મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય, બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળે સુરક્ષા: નવનીત રાણા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપિત શાસન લાગુ કરવાની માંગ કરી છે. એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ હવે સામાન્ય નથી રહ્યો. રસ્તા પર ગુંડાગીર્દી થઇ રહી છે. લોકો પર હુમલા થઇ રહ્યા છે. અવ્યવસ્થા વધતી જઇ રહી છે. એવામાં કેન્દ્ર સરકારે તાત્કાલિક મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી જોઇએ.

નવનીત રાણાએ કહ્યું છે કે શિવસેનાની ગુંડાગીર્દીનો શિકાર બની રહેલા લોકોને બચાવવા જોઇએ. નવનીત રાણાએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને તેમના પરિવારની સુરક્ષા વધારવાની ભલામણ કરી છે. નવનીતે કહ્યું છે કે હું અમિત શાહને એ ધારાસભ્યોના પરિવારને સુરક્ષા પ્રદાન કરવાનો અનુરોધ કરુ છું જેમણે ઉદ્ધવ ઠાકરેને છોડીને બાળાસાહેબની વિચારધારાથી જોડાયેલા રહેની પોતાનો નિર્ણય લઇ રહ્યા છે.

નવનીત રાણાએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની ગુંડાગિરદી ખતમ થાય એટલે હું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો અનુરોધ કરુ છું. નોંધનીય છે કે શનિવારની સવારથી જ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં શિવસૈનિકો હુમલો કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.