પટિયાલાઃ પંજાબના જાણીતા ક્રિકેટર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુને આવતીકાલે પટિયાલા જેલમાંથી મુક્તિ મળશે અને એના અંગેની જાણકારી પણ સિદ્ધુએ તેના સત્તાવાર ટવિટર એકાઉન્ટ પરથી આપી હતી. 1988માં એક રોડ રેજ કેસમાં જેલમાં ગયેલા સિદ્ધુને સુપ્રીમ કોર્ટે જેલની સજા ફટકારી હતી.
ગયા વર્ષે 19મી મેના સુપ્રીમ કોર્ટે એ કેસમાં દોષી ગણાવ્યો હતો.
નવજોત સિંહ સિદ્ધુને 26મી જાન્યુઆરીના આઝાદીના અમૃતમહોત્સવની સ્કીમ અન્વયે નિર્ધારિત જેલની સજાના સમય પહેલા છોડી મૂકવામાં આવશે એવું એક અહેવાલમાં જણાવ્યું હતું.
આ વર્ષે સ્કીમ અન્વયે બાવન કેદીની યાદીમાં સિદ્ધનું નામ હતું, પરંતુ પંજાબ સરકારે રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. હવે પહેલી એપ્રિલના સિદ્ધુને જેલમાંથી મુક્તિ મળી શકે છે. તેને 45 દિવસનું રેમિશન મળી રહ્યું છે. કોર્ટના આદેશ અનુસાર તેની સજા 16મી મેના પૂરી થશે, પણ સારી વર્તણૂક અને કામગીરીને કારણે જેલમાંથી વહેલી મુક્તિ મળશે.
નવજોત સિંહ સિદ્ધુને 27મી સપ્ટેમ્બર, 1988ની પટિયાલા પાર્કિંગને લઈ ગુરનામ સિંહ નામની વ્યક્તિ સાથે વિવાદ થયો હતો ત્યારબાદ તેની મારપીટ કરી હતી, જેનું તેનું મોત થયું હતું. આ કેસનો લગભગ 34 વર્ષ પછી ચુકાદો આવ્યો હતો, જેમાં તેને દોષી ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં દસ મહિનાની જેલ કરી હતી, ત્યારથી સિદ્ધુ જેલમાં કેદ હતો. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસના નેતા સિદ્ધુ કેન્સરથી પીડિત હોવાની માહિતી તેની પત્નીએ આપી હતી. બદલાની ભાવનાને લઈ સરકારે તેના પર કાર્યવાહી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અમરિંદર સિંહ અને બાદલના પિતા-પુત્રને ટાર્ગેટ બનાવીને સિદ્ધુએ કહ્યું હતું કે બદલો લેવા માટે તેના પર કાર્યવાહી કરી હતી.
This is to inform everyone that Sardar Navjot Singh Sidhu will be released from Patiala Jail tomorrow.
(As informed by the concerned authorities).
— Navjot Singh Sidhu (@sherryontopp) March 31, 2023