ઉદ્ઘાટનને લઈ રખડી પડી નવી મુંબઈમાં મેટ્રો?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

નવી મુંબઈમાં મેટ્રો લાઈન મે મહિનાથી તૈયાર કરવામાં આવી છે, પરંતુ એ ઉદ્ઘાટનને લઈ રખડી પડી છે. પહેલા તબક્કામાં પેન્ધાર પાર્કથી તળોજા સેન્ટ્રલ પાર્કના કોરિડોરને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંબંધિત વિભાગ તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે, પરંતુ હજુ સુધી મેટ્રો ટ્રેન દોડાવવાને મુહૂર્ત મળ્યું નથી. નવી મુંબઈ મેટ્રો ટ્રેન દોડાવવા સંબંધિત વિવિધ પરીક્ષણ ઑગસ્ટ, ૨૦૨૧માં ચાલુ કરવામાં આવ્યા હતા, જે પૈકી સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ, સિગ્નલિંગ સહિત અન્ય પરીક્ષણ સફળ રહ્યાં છે. એટલું જ નહીં, સીઆરએસ (રેલવે સેફ્ટી ઓફ કમિશનર) તરફથી તમામ મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે મેટ્રો ચાલુ થાય તો સ્થાનિક લોકોને અવરજવર કરવામાં વધુ રાહત થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

1 thought on “ઉદ્ઘાટનને લઈ રખડી પડી નવી મુંબઈમાં મેટ્રો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.