થાણે: રાજ્યસંચાલિત સિડકો ‘માસ હાઉસિંગ સ્કીમ’માં બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાને કારણે આ માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખને બાવીસમી ડિસેમ્બરથી લંબાવીને ૬ જાન્યુઆરી સુધી કરી દેવામાં આવી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. બામબંડોગરી રેલવે સ્ટેશન પાસે કુલ ૭૮૪૯ એપાર્ટમેન્ટ ઉપલબ્ધ છે. સિડકોની દિવાળી-૨૦૨૨ સામૂહિક ‘માસ હાઉસિંગ સ્કીમ’માં સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. આ યોજના ઓક્ટોબર મહિનામાં ખુલ્લી મૂકવામાં આવી હતી. જે અરજીઓ સ્વીકારવામાં આવી છે તેને ૧૮મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે અને વિજેતાઓની પસંદગી ત્રીજી ફેબ્રુઆરીએ થશે.
આ યોજના આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવી હતી અને સ્વીકૃત અરજીઓની અંતિમ યાદી 18 જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવશે. વિજેતાઓને પસંદ કરવા માટેનો લોટરી ડ્રો 3 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
સિડકો હાઉસિંગ માટે ઓનલાઈન નોંધણી ૬ જાન્યુઆરી સુધી લંબાવાઈ
RELATED ARTICLES