કુદરત મહાન શિલ્પકાર છે: બ્રહ્માંડની ગહનતા કોઈ જાણે શકે તેમ નથી

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

યુક્લિડની ભૂમિતી સમતલની અને સ્થાનિક ભૂમિતી છે, પછી એ એક પરિમાણીય હોય, દ્વિ-પરિમાણીય હોય, ત્રિ-પરિમાણીય હોય કે ચાર પરિમાણીય હોય, ચોથું પરિમાણય એ સમયનું છે. એક પરિમાણીય ભૂમિતી રૈખિક પરિમાણીય (Lineer geometry) છે. જેનું પરિણામ અનંત સુધી જાય. આપણે કલ્પના કરીએ કે એક જંતુને વિશ્ર્વના માત્ર એક જ પરિમાણનું જ્ઞાન છે. તે ચાલે તો તેની ચાલની નજીકમાં રસ્તાની બાજુ જો એક બિંદુ હોય તેને તે જોઇ ન શકે. તેના રસ્તામાં ઉલ્કા આવે તો તે પથ્થર વિચિત્ર લાગે પણ તેને ખબર ન પડે કે તે અંતરિક્ષમાંથી આવ્યો હશે, કારણ કે તેેેને એક જ પરિમાણનું જ્ઞાન છે. હવે એક એવા બીજા જંતુની કલ્પના કરો કે તેને માત્ર બે જ પરિમાણનું જ્ઞાન છે. તો તે જે રસ્તા પર (રેખા પર) ચાલતું હોય અને તેની બાજુમાં એક બિન્દુ હોય તો તે તેને જોઇ શકે કારણકે તેને બે પરિમાણનું જ્ઞાન છે. પણ ત્યાં જો કોઇ માણસ ઊભો હોય તો તે જંતુ એ માનવીના પગની છાપ જોઇ શકે પણ તે માનવીને પૂરો જોઇ શકે નહીં કારણકે તેને બે જ પરિમાણનું જ્ઞાન છે. એ પરિમાણીય વિશ્ર્વનો વિસ્તાર પણ અનંત સુધી વ્યાપ્ત હોય છે. એક પરિમાણનો વિસ્તાર અનંત હોય છે, બે પરિમાણનો વિસ્તાર બમણો અનંત હોય છે. જ્યારે જંતુને ત્રણ પરિમાણીય અંતરિક્ષની જાણ હોય છે ત્યારે તે સમતલ પર ભૂમિ પર ઉભેલા માણસને પૂરો જોઇ શકે છે, આકાશ જોઇ શકે છે. પહાડો, વૃક્ષો જોઇ શકે છે અને આકાશમાં ઉડતા પંખીઓ પણ જોઇ શકે છે. આ ત્રિ-પરિમાણીય વિશ્ર્વ ત્રણ ગણી અનંતતા ધરાવે છે Triply infinite).
જેમ જેમ આપણે વધુ અને વધુ પરિમાણને સમજીએ તેમ તેમ આપણે બ્રહ્માંડમાં ન દેખાય તે ભાગને, તે પ્રક્રિયાને જોઇ શકીએ. એક પરિમાણ તે દ્વિ-પરિમાણનો પડછાયો છે અને દ્વિપરિમાણ એ ત્રિ-પરિમાણનો પડછાયો છે, ત્રિ-પરિમાણીએ ચતુર્થ પરિમાણનો પડછાયો છે અને ચતુર્થ પરિમાણ એ પંચ-પરિમાણનો પડછાયો છે. આમને આમ એ ઓછું પરિમાણ એ એક વધારે પરિમાણનો પડછાયો છે. અંતિમ પરિમાણ કયુ છે તે કોઇ જાણતું નથી. આપણે જે જોઇએ છીએ તે સત્યનો પડછાયો છે. હકીકતમાં ખરેખર સત્ય શું છે તે કદાચ કદી પણ આપણે જાણી શકીશું નહીં.
જેમ જંતુ જો એક જ પરિમાણને જાણી શકે તે તેની બાજુમાં બિન્દુ હોય તે જાણી શકે નહીં. જે જંતુ બે જ પરિમાણને જાણી શકે તે તેની બાજુમાં માનવી ઊભો હોય તો તેને જોઇ શકે નહીં, માત્ર તેના પગની છાપ જ જોઇ, શકે તે પૂરો માણસ. વૃક્ષ, આકાશ કે પહાડ જોઇ શકે નહીં, અંતરિક્ષમાં ઉડતાં પંખીઓને તે જોઇ શકે નહીં. જે જંતુ ત્રણ-પરિણામ જોઇ શકે તે ઉપરોક્ત બધું જાણી શકે.
જેમ જેમ તમે બ્રહ્માંડના વધારે અને વધારે પરિમાણ જાણો તેમ તેમ તમારું વિશ્ર્વ વિશાળ થતું જાય. પહેલાના પરિમાણમાં ન દેખાતું તમે એક વધારે કે એકથી વધારે પરિમાણમાં જોઇ શકો. તમારી દૃષ્ટિ, જ્ઞાન અને વિશ્ર્વ વધારે વિશાયતાને પામે. દા. ત. આઇન્સ્ટાને સમયને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે લીધું તો આપણને ખબર પડી કે પદાર્થ અને ઊર્જા એકના એક છે. જયાં સમય છે, ત્યાં અંતરિક્ષ તો છે જ અને જ્યાં સુધી અંતરિક્ષ છે, ત્યાં સમય છે. વિદ્યુતક્ષેત્ર એ જ ચૂંબકીયક્ષેત્ર છે, અને ચૂંબકીય ક્ષેત્ર છે. એ જ વિદ્યુતક્ષેત્ર છે. જયારે કોઇપણ વસ્તુ ગતિમાં આવે ત્યારે તે તેની ગતિની દિશામાં ટૂંકી જાય અને જેમ જેમ ગતિ વધે તેમ તેમ તેની લંબાઇ ટૂંકી થતી જાય અને દોડતી ઘડિયાળ ધીમી ધીમી થતી જાય. દોડતી વસ્તુ જયારે પ્રકાશની ગતિને આંબે ત્યારે તેની લંબાઇ લગભગ શૂન્ય થઇ જાય. અને દોડતી ઘડિયાળની ગતિ જયારે પ્રકાશની ગતિ આંબે ત્યારે તે સ્તબ્ધ થઇ જાય. આવાં પરિણામો સમય જ્યારે ચોથું પરિમાણ હોય ત્યારે આપણને જોવા મળે. તે ત્રિ-પરિમાણીય ભૂમિતીમાં જોવા ન મળે. માટે કહેવાનું એ છે કે જેમ જેમ આપણે બ્રહ્માંડના વધારે અને વધારે પરિમાણો સમજી શકીએ ત્યારે બ્રહ્માંડ તેની નવી નવી લીલાના આપણને દર્શન કરાવે. જો આપણે બ્રહ્માંડનું પાંચમું પરિમાણ સમજી શકીએ તો બ્રહ્માંડ જરૂર તેના હજુ સુધી આપણને રહસ્યો લાદયાં ન હોય તેવા રહસ્યો દર્શાવશે. આમ બ્રહ્માંડનું છઠ્ઠું, સાતમું, આઠમું પરિમાણ આપણને બીજા જ કોઇ તેના રહસ્યો છતાં કરે. ત્યાં કદાચ ગ્રેવીટી સહિતના બધા જ બળો એક થઇને આપણી સમક્ષ ઊભા રહે. ગ્રેવીટી, વિદ્યુત-ચૂંબકીય, ન્યુ ક્લીઅર અને નબળું વિદ્યુતબળ એમ આ ચાર બળો ઉપરાંત આપણને કદાચ પાંચમાં બળના અસ્તિત્ત્વનો સાક્ષાત્કાર થાય.
આ બ્રહ્માંડની ગહનતા કોઇ જાણી શકે તેમ નથી. જેમ ડુંગળીનું એક પડ ઉતારીએ તો બીજું પડ દેખાય. બીજું પડ ઉતારીએ તો તેનું ત્રીજું પડ દેખાય. તેનો અંત દેખાય નહીં. તેવું રહસ્યમય બ્રહ્માંડ છે. એક પરિમાણીય બ્રહ્માંડ, દ્વિપરિમાણીય બ્રહ્માંડનો પડછાયો છે. દ્વિ-પરિમાણીય બ્રહ્માંડ, ત્રિ-પરિમાણીય બ્રહ્માંડનો પડછાયો છે. ત્રિ-પરિમાણીય બ્રહ્માંડ, ચર્તુપરિમાણીય બ્રહ્માંડનો પડછાયો છે. ચર્તુપરિમાણીય બ્રહ્માંડ, પંચ-પરિમાણીય બ્રહ્માંડનો પડછાયો છે. આમ આપણે બ્રહ્માંડનો પડછાયો જ જોઇએ છીએ, સત્યનો પડછાયો જ જોઇએ છીએ. નિરપેક્ષ બ્રહ્માંડ કે સત્ય જોઇ શકવાના જ નથી. આ વાત, આ સત્ય, વિજ્ઞાન જ સમજાવી શકે. વિજ્ઞાન એ પણ સાબિત કરે છે કે આ બ્રહ્માંડમાં કોઇ નાનું નથી અને કોઇ મોટું નથી. જે નાનું છે તેમાં પણ મોટાપણું છે અને જે મોટું છે તેમાં નાનાપણું છે. માટે નાના, મોટા વગેરેમાં ભેદ કરવા ખોટું છે. આપણે બ્રહ્માંડને કયા પ્લેટફોર્મ પરથી જોઇએ છીએ, તેના પર તેનો આધાર છે.
આપણે એક મીટર કાપડ લેવા જઇએ અને કાપડિયો એક મિલીમીટર ઓછું આપે તો આપણે
કોઇ વાંધો ન લઇએ અને તેમાં એક મિલીમીટર વધારે આવી જાય તો કાપડિયાને કોઇ વાંધો ન હોય. પણ અણુ-પરમાણુના સ્તરે એક મિલીમીટર એક અબજ ગણુ કે દશ, સો, હજાર કે દશ હજાર અબજ ગણુ મોટું કહેવાય ત્યાં આપણે તેને નજર અંદાજ ન કરી શકીએ. ળયલહયભિં ન કરી શકીએ. આ નાના-મોટાની વાત સમજવાની છે.
સૂર્ય અબજો અને અબજો કિરણો છોડે છે. પણ તેનું એક કિરણ પ્રયોગશાળામાં લઇએ તો આખેઆખો સૂર્ય ઉત્પન્ન કરી શકાય. એટલે કે સૂર્યના દરેક દરેક કિરણમાં સૂર્ય છે. એટલે કે ાફિિં શત યિીશદફહયક્ષિં આ કુદરતમાં જ સંભવે. આપણા ઋષિ-મુનિઓ આ સત્યને આઠ હજાર વર્ષ પહેલાં સમજયાં હતાં. તેથી જ તેઓએ કહેલું કે “પિંડે તે બ્રહ્માં ડે વૃક્ષના ફળમાં હજારો બીયાં છે. દરેકે દરેક બીમાં પૂરે પૂરું વૃક્ષ છે. સાયને પાંચસો વર્ષ પહેલાં આપણા અભણ નરસી મેતાએ ઉજાગર કર્યું હતું. તેમણે ગાયું છે કે “વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આપણા શરીરમાં અબજો જીન્સ છે. દરેકે દરેકમાં આપણે આખે આખા અસ્તિત્ત્વ ધરાવીએ છીએ.
આપણે પટના આગળ વહેતી ગંગાના એક કિનારે ઊભા રહીએ તો આપણને તેનો બીજો કિનારો દેખાય નહીં, તેટલી વિશાળ ગંગા પટના પાસેથી પસાર થાય છે. તેના પુલ પરથી ગાડી પસાર થાય ત્યારે જાણે પૂલ ખૂબ ખૂટતો નથી. પણ આકાશમાં વિમાનમાંથી તેને જોઇએ તો તે પાતળી દોરી જેવી દેખાય. આમ આપણે બ્રહ્માંડના કયા પ્લેટફોર્મ પરથી બ્રહ્માંડને બ્રહ્માંડની વસ્તુને જોઇએ છીએ તેના પર બ્રહ્માંડ કે વસ્તુના દેખાવનો આધાર છે. માટે નાના-મોટાના ભ્રમમાં પડવા જેવું નથી. આપણા એક કવિએ સુંદર ગાયું છે. “નાના ને નાનું કહે કડવું લાગે વેણ, કીડી કાળા નાગનો જીવ જ લે. આ પેર એક નાનો મચ્છર જો હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથી તેનું માથું પછાડી પછાડીને મરી જાય. નાનાને નાનું કહેવું નહી, નાનાને નાનું ગણવું નહી.
આપણે એક વર્તુળ દોરીએ અને તેના પર બીજું સમકેન્દ્રીય મોટું વર્તુળ દોરીએ અને તમને કોઇ પૂછે કે આ બેમાંથી કયું વર્તુળ મોટું? તમે કહો, બહારનું વર્તુળ જ મોટું. તમારો જવાબ ખોટો છે. કારણ કે સમકેન્દ્રી નાના, મોટા બે વર્તુળના કેન્દ્રમાંથી ત્રિજ્યા બંને વર્તુળને છેદે તેમ દોરીએ તો ખબર પડે કે જેટલા બિંદુઓ નાના વર્તુળમાં છે. તેટલા જ બિન્દુઓ મોટા વર્તુળમાં છે. એક પણ વધારે નહીં, એક પણ ઓછું નહીં. તે શું દર્શાવે છે ? તે દર્શાવે છે કે બન્ને વર્તુળ સરખા છે. દેખાવમાં તે નાના મોટા લાગે છે. એક ગણ તયિં અ = રુ૧, ૨, ૩, ૪,…ર્.ી છે અને બીજો ગણ (તયિ)ં ઇ = રુ૨, ૪, ૬, ૮, ..ર્.ી છે આમાં તમને પુછવામાં આવે કે કયો ગણ મોટો? તો તમે કહે અ પણ હકીકતમાં તેવું નથી. ૧-૨ સાથે જાય, ૨-૪, સાથે જાય, ૩-૬ સાથે જાય. આમ બન્ને ગણો અનંત છે અને સમાન છે.
આપણે એમ ન કહી શકીએ ગણ એ મોટો છે. આ દર્શાવે છે કે આપણે કોઇપણ બે અનંતતાને સરખાવી શકીએ નહીં. તેમની સરખામણીમાં કરી શકીએ નહીં. તેવું જે બે મહાન વિભૂતિઓનું છે. આપણે બે મહાન વિભૂતિઓને સરખાવી શકીએ નહીં. કઇ વિભૂતિ મોટી અને કઇ વિભૂતી નાની. તે વિધાનનો અર્થ કાંઇ જ ન ગણાય. બ્રહ્માંડમાં આપણે અર્થપૂર્ણ જીવન જીવવાનું છે. માત્ર અર્થ માટે જ જીવવાનું નથી.
સાગર બિંદુઓમાંથી ભરેલો છે પણ સાગરના દરેકે દરેક બિન્દુમાં પૂરેપૂરો સાગર ભરેલો છે તે જાણવું જરૂરી છે.
લીમડાનું બીજ લીમડો જ ઉત્પન્ન કરે અને કેરીનું બીજ કે કલમ કેરી જ ઉત્પન્ન કરે. બાળક તેના મા-બાપ જેવું જ થાય. આ બ્રહ્માંડમાં આમ અલગ અલગ અબજો અને અબજો જીન્સ અને ડીએનએ અને આરએનએ હોય જેની ગૂંચવણી ઘણી છે. છેવટે બ્રહ્માંડમાં ઉગઅ અને છગઅ ની જ વસ્તી છે. તેમાં ડાર્વિનની ઉત્કાંતિની થીયરી કયા સંદર્ભે સમજવી. વળી દરેક માનવીના અંંગૂઠાની છાપ પણ તેની ઓળખ છે. આ બધું સમજવું ઘણું દુષ્કર છે. તેમ છતાં આઇન્સ્ટાને એક વખત કહેલું કે આ બ્રહ્માંડ વિશે ન સમજાય એવી વાત એ છે કે તે સમજાય તેવું છે. તો બીજી બાજુ વિખ્યાત જીવ વિજ્ઞાની એ. બી. એસ. હલ્વાને કહેલું કે આ બ્રહ્માંડ જેટલું વિચિત્ર લાગે છે. તેના કરતાં તે ઘણું વધારે વિચિત્ર છે. છેવટે બ્રહ્માંડ ભૂમિતીમય છે. જે ભૂમિતીની સરાહના ન કરે તે બ્રહ્માંડને જાણી શકે નહીં. પદાર્થ બ્રહ્માંડની ભૂમિતીને શીખડાવે છે કે કેવી રીતે વક્ર થવું અને બ્રહ્માંડમાં રસ્તો બનાવે છે અને ભૂમિતી પછી પદાર્થને શીખડાવે છે કે કયા રસ્તે ચાલવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.