બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
પટના પાસે ગંગાનો પટ એટલો બધા વિશાળ છે કે તેના એક કાંઠે ઊભા રહીએ તો તેનો બીજો કાંઠો નજરે ન પડે. પણ વિમાનમાંથી જોઇએ તો તે માત્ર એક સફેદ કોટડી દોરજી જેવી દેખાય. આપણને આપણા માથાનો વાળ તદ્દન પાતળો એક પરિમાણવાળો રેખા જેવો દેખાય છે. પણ બેકટેરિયાને તે વિશાળ ઊંચું નળાકાર બુગદું છે. રાત્રિ આકાશને ચીરતી આપણી આકાશગંગા મંદાકિની આપણને આકાશમાં ગંગા વહેતી લાગે. તેનો સળંગ પ્રવાહ લાગે પણ હકીકતમાં તે અબજો તારા ભરેલી છે, દૂરથી આ તારા આકાશમાં ગંગાનદી વહેતી હોય તેવો આભાસ દેખાડે છે. એમ તો પીક અવર્સમાં ચર્ચગેટમાંથી નીકળતો માનવીનો પ્રવાહ પણ આકાશમાંથી સર્વત્ર પ્રવાહ જેવો લાગે. પાણીના પ્રવાહમાં વ્યક્તિગત પાણીના રેણુઓ હોય છે પણ તે સળંગ પ્રવાહ લાગે છે. આમ બ્રહ્માંડમાં ઘણીવાર જે દેખાય છે તે સાચું હોતું નથી અને સાચું હોય છે તે ઘણીવાર દેખાતું નથી.
આપણે કાપડિયાને ત્યાં એક મીટર કાપડ લેવા જઇએ અને તે એક મિલીમીટર ઓછું આપે તો આપણને વાંધો ન હોય અથવા એક મિલીમીટર વધુ આપી દે તો તેને વાંધો ન હોય પણ એક મિલીમીટર અણુ-પરમાણુના સ્તરે, અણુની નીતિના સ્તરે તે એક અબજગણું વધારે ગણાય. કોઇ તારો ખૂબ ઝડપે આપણાથી દૂર જતો હોય તો તે આપણને લાલ દેખાય, વાસ્તવમાં તે પીળો કે સફેદ કે નીલારંગનો હોઇ શકે.
પૃથ્વી પર આપણને ૨૪ કલાકનો દિવસ છે, ચંદ્ર પર જઇએ તો ત્યાં દિવસ પૃથ્વીના ૩૦ દિવસનો હોય, ગુરુ પર તે માત્ર ૧૦ કલાકનો હોય. એવા ન્યૂટ્રોન તારા છે જ્યાં દિવસ માત્ર સેક્ધડના પાંચસોમાં ભાગનો હોય.
ખૂબ ઝડપે આપણાથી કોઇ વસ્તુ દૂર જાય તો તેની ગતિની દિશામાં તે ટૂંકી દેખાય, જેમ જેમ તેની ગતિ વધે તેમ તેમ તે ટૂંકી અને ટૂંકી દેખાય, તે વસ્તુનો આકાર બદલાતો જાય. આપણી ઘડિયાળ ઘણી જલદી ચાલતી દેખાય. તેની ઘડિયાળ ધીમી ચાલતી દેખાય અને તેનું દ્રવ્ય (ખફતત) વધતું દેખાય.
કલ્પના કરો કે હિમાલયના છેવાડે ખીણમાં એક નાના ઝૂંપડામાં એક વૃદ્ધા બ્રહ્માંડ પર વિચાર કરે તો તે બ્રહ્માંડની કેવી કલ્પના કરે? અને ગુજરાત, દિલ્હી કે અમેરિકાના મંત્રાલયમાં બેઠેલી એક મહિલા (ઈંઅજ) અધિકારી બ્રહ્માંડની કેવી કલ્પના કરે? કહેવાનો હેતુ એ છે કે બ્રહ્માંડ કેવું દેખાય તેનો આધાર તમે કયા પ્લેટફોર્મ પરથી તેને જોવો છો, તેના પર છે. આમ બ્રહ્માંડ એક હોવા છતાં તે એક નથી, માયાવી છે.
આમ બ્રહ્માંડ ઊર્જાનો, ચેતનાનો, અગ્નિનો પરપોટો અને તે નિરંજન-નિરાકાર હોવા છતાં વિવિધ આકારો ધરે છે. તેને પ્રાચીન ભારતીય મુનિઓએ બ્રહ્મન્ન કહ્યું છે-દરેકે દરેક માનવીનું બ્રહ્માંડ (દુનિયા) અલગ અલગ છે, તેમ છતાં તે છેવટે અદ્વિતતાને વરેલું છે.
બીજું કે આવડું મોટું વિશાળ બ્રહ્માંડ જેમાં ૫૦૦ કે ૧૦૦૦ અબજ તારા ભરેલી ૧૦૦ અબજ મંદાકિનીઓ પણ ટપકારૂપે છે તે દૃશ્ય વિશ્ર્વ સીમિત છે. તેનો વ્યાસ એટલો મોટો છે કે પ્રકાશને તેના એક છેડાથી બીજા છેડે જવા ૨૮ અબજ વર્ષ લાગે છે. પ્રકાશની ગતિ એક સેક્ધડની ૩ લાખ કિ. મી. ની છે. ૨૮ અબજ વર્ષની સેક્ધડને ૩ લાખ કિ.મી. થી ગુણો એટલો તેનો કિ. મી.માં વ્યાસ છે.
ત્રીજું કે આ બ્રહ્માંડ ક્ષણે ક્ષણે વિસ્તરતું જાય છે. તેને માપવા મેઝરિંગ ટેઇપ તેના છેડે મૂકો ત્યાં તો તેનો છેડો આગળ વધી ગયો હોય તેને નિરપેક્ષ રીતે માપવું અશકય છે. રસપ્રદ વાત એ છે કે આવા વિસ્તરતા વિશ્ર્વનું ઉદાહરણ પણ ભારતીય શાસ્ત્રોમાં છે અને તે ઘટોત્કચ્છનો હાથી-તેને માપવા જાય અને તે વધી જાય.
આગળ વાત કરીએ તો બ્રહ્માંડ ધૂળ-ધડાકાવાળું છે. તેમાં દર ક્ષણે તારાના વિસ્ફોટો અને મહાવિસ્ફોટો થયાં જ કરે છે. અંતરિક્ષમાં હરક્ષણે દિવાળી હોય છે. જેમ દિવાળીમાં આખી રાત ફટાકડા ફૂટતાં રહે છે, તેવો માહોલ આપણા બ્રહ્માંડમાં છે તેમ છતાં આપણે અહીં શાંતિથી જીવી શકીએ છીએ એ કુદરતની આપણી પર દયા છે. કુદરતે પૃથ્વી પર કે બ્રહ્માંડમાં જીવન પાંગળે તેની તકેદારી રાખી છે. બ્રહ્માંડમાં તમે જયાં જોશો ત્યાં તમને ખબર પડશે કે કુદરતે (ઇશ્ર્વરે) બ્રહ્માંડમાં જીવનનો વિકાસ થાય, તેનો નાશ ન થાય તેની કેટલી તકેદારી રાખી છે. તેમ છતાં હજુ આપણને ખબર નથી પડતી કે બ્રહ્માંડનો કર્તા કોણ છે? શા માટે તેણે બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે? કુદરત સર્વવ્યાપી છે, ઇશ્ર્વર પણ સર્વવ્યાપી છે. કુદરત નિરંજન-
નિરાકાર છે પણ બધા જ આકારો ધરે છે.
બ્રહ્માંડ છે તો ગેલેક્ષી છે. ગેલેક્ષી છે તો સૂર્ય છે. સૂર્ય છે તો પૃથ્વી છે. પૃથ્વી છે તો આપણે છીએ. આપણે છીએ તો પૃથ્વીનો અર્થ મળે છે. પૃથ્વી છે તો સૂર્યને અર્થ મળે છે. સૂર્ય છે તો ગેલેક્ષીને અન્ન મળે છે અને ગેલેક્ષી છે તો બ્રહ્માંડને અર્થ મળે છે. બ્રહ્માંડ જ બધાને રહેવા જગ્યા આપે છે. એકવાર હક્ષ્લેએ કહેલું કે માનવીને સર્જીને
કુદરતે પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણ, વિદ્યુત-ચુંબકીય, અણુ અને રેડિયો-એકટીવી (નબળા વિદ્યુત-ચુંબકીય બળો) ક્યાંથી આવ્યાં? બ્રહ્માંડમાં બધાને ગુણધર્મો છે જેને આપણે નિયમો કહીએ છીએ. આ બધું શા માટે તે જ મોટો પ્રશ્ર્ન છે. શા માટે બ્રહ્માંડને જેવા ગુણધર્મો છે એવા ગુણધર્મો છે? શા માટે બીગ-બેંગ? ખરેખર બિગ-બેંગ હતું? બ્રહ્માંડમાં સર્જન અને વિનાશની પ્રક્રિયા સતત ચાલુ જ છે. શું સર્જન એ જ વિનાશ છે અને વિનાશ છે એ જ સર્જન છે? ગીતા કહે છે કે જાતસ્ય હી ધ્રુવં મૃત્યુ: ધ્રુવં જન્મ મૃતસ્યશ્ર ॥ શું આ વિધાન ખરેખર સાચું છે? આપણું શરીર વિદ્યુત-ચુંબકીયક્ષેત્ર અને રાસાયણને આભારી છે. પણ બ્રહ્માંડનો આધાર, બધા બળોનું જનક, નબળું ગુરુત્વાકર્ષણનું બળ છે. વિદ્યુત -ચુંબકીયક્ષેત્ર, ગુરુત્વાકર્ષણક્ષેત્ર કરતાં અબજ, અબજ, અબજ, અબજ ગણું મોટું છે, શક્તિશાળી છે.
ટૂંકી રેંજમાં આણ્વિકબળ ભયંકર રીતે બળવાન છે. તેમ છતાં આગલી સીટ પર જો ગુરુત્વાકર્ષણ જ બિરાજે છે. તે તારાને ઉત્પન્ન કરે છે અને છેવટે મૃત્યુને શરણ કરે છે. તે જ બીજા બધા બળો પેદા કરે છે. માટે બ્રહ્માંડની માતા તો ગુરુત્વાકર્ષણ જ છે. બ્રહ્માંડનો પૂરો ગરબો છેવટે શક્તિ પર જ છે. કદી વિચાર કર્યો છે કે ગુરુત્વાકર્ષણ ન હોત તો શું થાત? ગુરુત્વાકર્ષણ ન હોત તો શું થાત તેનું લિસ્ટ બનાવો.
જેમ રાત્રિનાં અંધકારમાં દોરડી, સાપ જેવી દેખાય છે પણ પ્રકાશ થતાં તે દોરડી માલૂમ પડે છે, તેવી જ રીતે જ્યાં સુધી પરમ જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ માયામય જગત સાચું છે. જેવું પરમજ્ઞાન થાય ત્યારે આ જગત માયામય અને મિથ્યા છે તેની આપણને ખબર પડે છે. આ જગતની જીવનરેખા જ્ઞાન છે, ઉત્પત્તિ છે અને ભોજન છે. જ્ઞાનિ એવા શંકરાચાર્ય, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ મોક્ષ પામેલા જ છે.