SS રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ નાટુ’ એ 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારથી આ ગીતે આંતરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી છે ત્યારથી ‘RRR’ની ટીમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ગીતો જ નહીં, પરંતુ ડાન્સ સ્ટેપ્સ પણ દર્શકોને પસંદ આવ્યા છે. ફિલ્મની સફળતા પછી ચાલો જાણીએ કે ગીત કેવી રીતે શૂટ થયું.
જુનિયર એનટીઆરએ મૂળ ગીત માટે એવોર્ડ મળ્યા બાદ ‘નાટુ નાટુ’ના શૂટિંગ વિશે માહિતી આપી હતી. NTRએ કહ્યું હતું કે, ‘અમે આ ગીત ફિલ્મના છેલ્લા શેડ્યૂલમાં શૂટ કર્યું હતું, જેને શૂટ કરવામાં 65 દિવસનો સમય લાગ્યો હતો. હું અને રામ ચરણ શૂટિંગ દરમિયાન એકબીજાને મારતા અને પછી માફી માંગી લેતા. નિર્દેશક એસએસ રાજામૌલી ઈચ્છતા હતા કે અમે ખરેખર એકબીજાને નફરત કરીએ, તેથી 21-22 દિવસ પછી, અમે માફી માંગવાનું પણ બંધ કરી દીધું અને ગીત પૂરું કરવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ આખું ગીત એકબીજાની સંવાદિતા પર આધારિત છે.
નાટુ નાટુ ગીત પ્રખ્યાત તેલુગુ ગીતકાર અને ગાયક ચંદ્રબોઝ દ્વારા લખવામાં આવ્યું છે અને રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ દ્વારા એને ગાવામાં આવ્યું છે. ગીતનું તમિલ સંસ્કરણ ‘નાટુ કોથુ’ તરીકે, મલયાલમમાં ‘કરિન્થોલ’ તરીકે, કન્નડમાં ‘હલ્લી નાતુ’ તરીકે અને હિન્દીમાં ‘નાચો નાચો’ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. હિન્દી વર્ઝન ગીત વિશાલ મિશ્રાએ ગાયું છે.
રામ ચરણ-જુનિયર એનટીઆરની 65 દિવસની મહેનતનું પરિણામ છે ‘નાટુ નાટુ’
RELATED ARTICLES