ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ ગણાતો ઓસ્કાર એવોર્ડ ફંક્શન આજે લોસ એન્જલસમાં ધામધૂમથી પાર પડ્યો અને આ વર્ષનો ઓસ્કાર એવોર્ડ ખાસ મહત્ત્વનો સાબિત થયો હતો. એમાં પણ ખાસ કરીને બધાનું ધ્યાન હતું એસએસરાજા મૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ નાટુ તરફ. આ ગીતને સર્વોત્કૃષ્ટ મૂળ ગીતની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને આખરે આ ગીતે ઓસ્કાર પોતાના નામે કરી લીધો. પરંતુ આ ગીતની કોરિયોગ્રાફી કરનારા પ્રેમ રક્ષિત વિશેનો એક ચોંકાવનારો ખુલાસો હાલમાં થઈ રહ્યો છે.
આજે ભલે પ્રેમ રક્ષિત એક ફેમસ કોરિયોગ્રાફર છે અને 1000થી વધુ ગીતની કોરિયોગ્રાફી તેણે કરી હોય, પણ તેના આ ગીતને મળેલો પહેલો જ ઓસ્કાર એવોર્ડ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે નેમ અને ફેમ બંને મેળવનાર પ્રેમ એક સમયે આત્મહત્યા કરવા માટે ગયો હતો અને ત્યાંથી વિચાર બદલાતા તે પાછો ફર્યો હતો અને આજનો આ સોનેરી દિવસ જોઈ શક્યો હતો.
View this post on Instagram
વાત જાણે એમ છે કે પ્રેમ અને તેનો પરિવાર એક સુખ-સુવિધાથી સંપન્ન હતો. તેના પપ્પા હીરાના વેપારી હતા. પરંતુ કૌટુંબિક વિવાદને પગલે પ્રેમના પપ્પાને એ બિઝનેસમાંથી છુટા પડવું પડ્યું અને ત્યાર બાદ ઘરની પરિસ્થિત ધીરે ધીરે કથળતી જ ગઈ. પ્રેમના પપ્પાએ ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરવાનું શરુ કર્યું પણ પૂરતા પૈસા મળતા નહોતા. પપ્પાને મદદ મળે એ માટે પ્રેમે પણ કપડાં સિવનારાની દુકાનમાં કામે જવાનું શરુ કર્યું. આ બધાને કારણે કંટાળેલા પ્રેમ આત્મહત્યા કરવા ગયો. જો હું આત્મહતયા કરીશ તો મારા પરિવારને ફેડરેશન 50,000 રૂપિયા આપશે અને તેને કારણે પરિવારનો આર્થિક બોજો ઓછો થશે.
આ વિચાર કરીને પ્રેમ સાઈકલ ઉધાર લઈને ચેન્નઈના મરીના બીચ પર આત્મહત્યા કરવા માટે ગયો હતો. પણ આત્મહત્યા કરવાનો વિચાર મનમાં આવ્યો કે હું તો આત્મહત્યા કરી લઈશ, પણ જેની પાસે મેં ઉછીની સાઈકલ લીધી છે એ જ્યારે સાઈકલ માગવા માટે ઘરે જશે તો શું…? બસ આ વિચાર આવ્યો અને પ્રેમ ઘરે પાછો ફર્યો. ઘરે પાછા ફરતાં જ તેને સમાચાર મળ્યા તે કે તેના પિતાને એક ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ મળ્યું અને ત્યાર બાદ ઘરની પરિસ્થિતિ બદલાવવા લાગી….
આજે પ્રેમ રક્ષિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખૂબ જ જાણીતું અને લોકપ્રિય નામ બની ચૂક્યું છે. એ દિવસે જો એ એક સવાલ પ્રેમના મનમાં ના આવ્યો હોત તો આપણને નાટુ નાટુ જેવો ડાન્સ અને એસએસ. રાજામૌલીની ફિલ્મને ઓસ્કાર એવોર્ડના મળ્યો હોત…