મોંઘવારી- બેરોજગારી મુદ્દે કોંગ્રેસનો દેશવ્યાપી હલ્લાબોલ: રાહુલ ગાંધીએ કહ્યું ‘આઠ વર્ષમાં લોકતંત્ર બરબાદ થઇ ગયું’

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મોંઘવારી (Inflation) અને બેરોજગારી(Unemployment) મુદ્દે કોંગ્રેસ(congress) આજે દેશભરમાં હલ્લાબોલ(protest) કરશે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે આજે દેશમાં સરમુખત્યારશાહી છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકશાહીની હત્યા છે. જે લોકતંત્ર બનાવતા 70 વર્ષ  લાગ્યા તે આઠ વર્ષમાં બરબાદ થઇ  ગયું. આજે દેશમાં લોકશાહી નથી. અમને સંસદમાં ચર્ચા કરવા દેવામાં આવતી નથી, અમારી ધરપકડ કરવામાં આવે છે. આ જ પ્રેસ કોન્ફરન્સમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે(Ashok Gehlot) કહ્યું કે દેશમાં ઈડીનો આતંક છે. મીડિયા પર પણ દબાણ છે. દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. લોકોએ આગળ આવવું પડશે. કોઈપણ જે સરમુખત્યારશાહીના વિચારની વિરુદ્ધ ઉભો થાય છે તેના પર હુમલો કરવામાં આવે છે, કેદ કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અને માર મારવામાં આવે છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘દેશમાં મીડિયા સહિત દરેક સંસ્થા સરકારના કબજામાં છે. દરેક સંસ્થામાં આરએસએસનો એક વ્યક્તિ બેઠો છે. અમારી સરકારે સંસ્થા પર અંકુશ રાખ્યો ન હતો. અમે સંસ્થાઓને સ્વતંત્ર રાખતા હતા. જો કોઈ અન્ય રાજકીય પક્ષ આ વિશે વાત કરે છે, તો તેની પાછળ ED સહિતની કેન્દ્રીય એજન્સીઓ લગાવવામાં આવે છે.’
તેમણે કહ્યું કે, ‘બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે, પરંતુ ભારત સરકાર કહે છે કે એવું કઈ છે જ નહિ. કોવિડણ કારણે થયેલા મૃત્યુ અંગે સરકાર ઢાંકપીછેડો કરી રહી છે. હું જેટલું સાચું બોલીશ તેટલ મારા પર વધુ હુમલા થશે. હું મારું કામ કરતો રહીશ, હું લોકશાહી માટે કામ કરીશ. હું મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવીશ. જે ડરે છે તે ધમકી આપે છે. આજે ભારતની જે હાલત છે, તેનાથી તેઓ ડરે છે. તેમણે જે વચનો આપ્યા હતા એ પૂરા ન થવાથી દરે છે. તેઓ જૂઠું બોલે છે કે કોઈ બેરોજગારી નથી, કોઈ મોંઘવારી નથી, ચીન વિશે પણ જુઠ્ઠાણું ચાલવી રહ્યા. તેઓ મારા પર હુમલો કરે છે. હું તેમાંથી શીખું છું. હું સમજું છું કે લડાઈ શા માટે થઈ રહી છે.’
તેઓ ગાંધી પરિવાર પર હુમલો કરે છે કારણ કે અમે એક વિચારધારા છીએ અને લોકશાહી માટે લડીએ છીએ. આ વિચારધારાને કરોડો લોકો સમર્થન આપે છે. મારા પરિવારે દેશ માટે જીવ આપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.