ગઢચિરોલીના મરકનાર ગામમાં આઝાદી પછી પહેલી વાર એસટી બસસેવા શરૂ

ગઢચિરોલી: એક સમયે નક્સલવાદી પ્રવૃત્તિના કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં આઝાદી પછી પ્રથમ વખત રાજ્ય સંચાલિત બસ સર્વિસ શરૂ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બુધવારે પહેલી બસ મરકનાર ગામમાં દાખલ થતા ગામ રાજ્યના માર્ગ પરિવહન નેટવર્ક સાથે સંકળાયું હતું. સ્થાનિકોએ બસનું સ્વાગત કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી ખુશાલી વ્યક્ત કરી હતી.
આ બસ સર્વિસથી મરકનાર અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ સહિત લગભગ 1 હજાર 200 રહેવાસીઓને લાભ થશે એવી જાણકારી પોલીસે આપી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે ગઢચિરોલી પોલીસના પ્રયાસોને પગલે આઝાદી પછી પ્રથમ વખત અંતરિયાળ મરકનાર ગામથી આહેરી સુધી બસ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં 420.95 કિલોમીટરના 20 રસ્તા અને 60 પુલનું નિર્માણ ગઢચિરોલી પોલીસની સુરક્ષા હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું એવી માહિતી પણ પોલીસે આપી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…મહારાષ્ટ્ર સુરક્ષા બિલ ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે: ફડણવીસ
આ પણ વાંચો…ગઢચિરોલીમાં ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદી પકડાયાં: ઘાતક શસ્ત્રો જપ્ત