નેશનલ

Rajasthan election 2023: …તો હવે રાજસ્થાનનું ભાવિ એકનાથ શિંદેના હાથમાં? ગેહલોતનો હુકમનો એક્કો શિવસેનામાં થશે સામેલ


મુંબઇ: થોડા મહિનાઓમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. હજી સુધી ચૂંટણીનું રણશિંગ ન ફૂંકાયું હોય છતાં તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. એમાં હવે કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા અને ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા ઝૂંટવી રાજસ્થાનમાં પણ કમળ ખીલવવાના પ્રયાસોમાં છે. જોકે રાજકીય વર્તુળોમાં હાલમાં એક અલગ જ ચર્ચાએ જોર પકડ્યું છે. હવે રાજસ્થાનનું ભાવિ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથમાં હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે આ ચર્ચા થાય એવું કારણ પણ છે.


એક સમયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સૌથી નજીકની વ્યક્તી અને રાજસ્થાનના રાજકારણનો મોટો ચહેરો રાજેન્દ્રસિંહ ગુઢાએ એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના વિધાનસભ્ય રાજેન્દ્રસિંહ ગુઢા થોડા જ સમયમાં શિંદે જૂથની શિવસેનામાં ઔપચારિક રીતે પ્રવેશ કરશે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાલ ડાયરીના મુદ્દે સરકારના વિરોધમાં મોરચો કાઢનારા બરતરફ કરાયેલા પ્રધાન અને કોંગ્રેસના વિધાનસભ્ય રાજેન્દ્રસિંહ ગુઢા જલ્દી જ કોંગ્રેસને રામ રામ કરી શકે છે. તેઓ 9મી સપ્ટેમ્બરના રોજ શિંદે જૂથની શિવસેનામાં પ્રવેશ કરશે એમ કહેવાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજેન્દ્રસિંહ ગુઢાના દિકરા શિવમ ગુઢાના જન્મદિવસના કાર્યક્રમમાં ભાગ લેવા 9મી સપ્ટેમ્બરના રોજ ઉદયપુર જવાના છે. એ જ કાર્યક્રમમાં ગુઢા શિવસેના સાથે નવી ઇનિંગ રમવાની તૈયારીમાં છે.


શિવસેનાના રાજસ્થાનના પ્રભારી ચંદ્રરાજસિંહ સંઘવીએ ટ્વીટ કરીને 9મી સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્રસિંહ ગુઢાનું આગમન શિવસેનાની તાકત વધારશે. જોકે આ માત્ર શરુઆત છે. પડદાંની પાછળ 20 વિજયી ઉમેદવારો શિવસેનામાં પ્રવેશ કરવાની હરોળમાં છે. ત્યારે હવે કરાર મુજબ ભાજપ અમને કેટલી બેઠકો આપે છે એની પર આ તમામનો આધાર છે. કારણ કે ભાજપને નૂકસાન થાય એવું કોઇ પણ પગલું ભરવું નહીં એવી સ્પષ્ટ સૂચના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અમને આપી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુઢા જ્યારે પ્રધાન હતાં ત્યારે તેમણે જુલાઇ મહિનામાં વિધાનસભામાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ ઊભુ કર્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસે મણિપૂર હિંસા અને મહિલાઓ પર થયેલ અત્યાચારનો મુદ્દો રજૂ કર્યો હતો. પણ આ મુદ્દા પર વાત કરતાં રાજેન્દ્રસિંહ ગુઢાએ કોંગ્રેસને જ ખરી ખોટી સુનાવી હતી.


બળાત્કારની બાબતે રાજસ્થાન પહેલાં ક્રમાંકે છે ત્યારે મણિપૂર બાબતે બોલતા પહેલાં આપડે પોતાના ઘરની પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ એમ કહી ગેહલોત સરકારની ટીકા કરી હતી. કોંગ્રેસના વિધાનસભ્યએ પોતાની જ સરકાર પર પ્રશ્નચિન્હ ઉભુ કરતાં કોંગ્રેસની વિધાનસભામાં અસ્વસ્થતા નિર્માણ થઇ હતી. ગુઢાએ જ્યારે આ મુદ્દો ઉપાડ્યો એ જ દિવસે સાંજે તમને બરતરફ કરવામાં આવ્યા હતાં. ગુઢાને બરતરફ કર્યા બાદ તેમણે વિધાનસભામાં જ એક લાલ ડાયરી બતાવીને પોતાના પક્ષની સરકારન પર ફરી નિશાનો સાધ્યો હતો.

આરટીડીસીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડના ઘર પર પડેલા ઇન્કમટેક્સના દરોડા પહેલાં આ લાલ ડાયરી લાવવામાં આવી હતી એવો જદાવો રાજેન્દ્ર ગુઢાએ વિધાનસભામાં કર્યો હતો. એ દિવસે રાજસ્થાનની વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. લાલ ડાયરી બાબતે ગુઢાએ ગેહલોત સરકાર પર આક્ષેપોની ઝડી જ લગાવી હતી. ગુઢાએ લાલ ડાયરીના ત્રણ પેજ પણ પ્રસિદ્ધ કર્યા હતાં. જેમાં આરસીએની ચૂંટણીમાં થયેલ વ્યવહારોનો ઉલ્લેખ હતો. ત્યારથી ભાજપને સતત આ લાલ ડાયરીના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. ભાજપની પરિવર્તન યાત્રાની સભામાં અમિત શાહથી માંડીને જે.પી. નડ્ડા સુધી દરેક નેતાએ લાલ ડાયરીના મુદ્દે ગેહલોત સરકારનો ઘેરાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button