નેશનલ

હરિદ્વારના હર કી પૌડી ખાતે બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ, રીલ્સ બનાવવા પર પણ પ્રતિબંધ

દહેરાદૂન : ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારના હર કી પૌડી ખાતે બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંગે હર કી પૌડીમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ પવિત્ર ગર્ભગૃહને ધ્યાનમાં રાખીને, હર કી પૌડી અને માલવિયા ટાપુ વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રીલ્સ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો

આ અંગે મળતી માહિતી મુજબ થોડા સમય પૂર્વે થોડા દિવસો પહેલા હર કી પૌડી વિસ્તારમાં શૂટ કરાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં અરબી પોશાક પહેરેલા બે યુવાનો ઘાટ પર ફરતા જોવા મળ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હતો. તેની બાદ પુજારીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે આ મામલાની નોંધ લીધી અને તપાસ શરૂ કરી હતી. જેના લીધે હવે
ફિલ્મી ગીતો પર આધારિત રીલ્સ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગા સભાએ સોશિયલ મીડિયા પર આવી રીલ્સ ફરતી કરવામાં આવશે તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

હરિદ્વારની ધાર્મિક પવિત્રતાનું ઉલ્લંઘન

આ વીડિયો રિલીઝ થયા બાદ પૂજારીઓએ વાંધો ઉઠાવતા કહ્યું કે તે હરિદ્વારની ધાર્મિક પવિત્રતાનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે આવા વીડિયો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. શ્રી ગંગા સભાના મહામંત્રી તન્મય વશિષ્ઠે જણાવ્યું હતું કે પોલીસને આ વીડિયો અંગે માહિતી આપવામાં આવી છે.આ દરમિયાન સચિવ ઉજ્જવલ પંડિતે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

બે યુવાનો દુબઈના રહેવાસી હોવાનો દાવો

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોમાં બે યુવાનો દુબઈના રહેવાસી હોવાનો દાવો કરે છે. તેમજ તે હર કી પૌડી વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button