મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આ શખ્સ સાથે Italy PM Georgia Meloniનું છે Affair, Viral થઈ રહ્યા છે ફોટોઝ…

ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દોસ્તી અને સેલ્ફી જોઈને ટીમ મેલોડી ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ આ જ ટીમ મેલોડીને આંચકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ્યોર્જિયા મેલોની અને બિઝનેસમેન એલન મસ્ક સાથેનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં બંને જણ ડિનર કરી રહ્યા છે અને લોકો આ ફોટો જોઈને જાત જાતની અટકળો લગાવી રહ્યા છે, કેટલાક લોકો તો એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બંને જણ ડેટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં એલન મસ્ક અને જ્યોર્જિયા મેલોની ડિનર કરી રહ્યા છે. દરમિયાન મસ્ક કંઈક કહી રહ્યા છે અને મેલોની ધ્યાનથી એની વાત સાંભળી રહી છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોએ ચકચાર જગાવી છે અને લોકો એવી અટકળ લગાવી રહ્યા છે કે જ્યોર્જિયા અને મેલોની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, શું બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે?

વાઈરલ થઈ રહેલાં આ ફોટોની હકીકત વિશે વાત કરીએ તો બંને જણે ન્યૂ યોર્કમાં એક એવોર્ડ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યા હચા અને આ સમયે મસ્કે મેલોનીના વખાણ પણ કરતાં તેને એક ઈમાનદાર, સાચી અને પ્રામાણિક નેતા ગણાવી હતી.

મસ્કે મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબર સિટીઝન એવોર્ડ આપતા જણાવ્યું હતું કે આપણે એવી શખ્સિયતને સન્માનિત કરવા જઈ રહ્યા છે કે જે દિલથી ખૂબ જ સુંદર છે અને તેની પર્સનાલિટી પણ એટલી જ સુંદર છે. હું જ્યોર્જિયાનો ખૂબ જ આદર કરું છું. ઈટલીના પીએમ તરીકે તેમણે ખૂબ સુંદર કામ કર્યું છે.

મસ્કના આ વીડિયોને મેલોનીએ પોતાના એક્સ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે તો મસ્ક અને મેલોનીના ડિનરના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે એવા સમાચાર આવતા જ મસ્કે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમે લોકો એકબીજાને ડેટ નથી કરી રહ્યા.

અહીંયા તમારી જાણ માટે કે જ્યોર્જિયા મેલોનીને યુરોપીય સંઘને મજબૂતી પ્રદાન કરવા અને ઈટલીનાં પહેલાં મહિલા વડા પ્રધાન બનવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું સન્માન કરવાનું આયોજન એ સમયે થયું જ્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા ન્યૂ યોર્ક પહોંચી હતી. આ સમયે તેમની સાથે 190 અન્ય દેશોના નેતા પણ હાજર રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…