રાષ્ટ્રકુળ રમતોત્સવ : ભારતને ચાર સુવર્ણચંદ્રક

દેશ વિદેશ

* સિંધુ, લક્ષ્યસેન, શરથ કમલ અને ચિરાગ-સાત્વિકની જોડીને સુવર્ણચંદ્રક * હોકી, બૉક્સિગંમાં રજતચંદ્રક, ટેબલટેનિસમાં કાંસ્યચંદ્રક

બર્મિંગહામ: બેડમિન્ટનની પુરુષ અને મહિલા સિંગલ્સમાં સોમવારે ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. પી.વી. સિંધુએ ફાઇનલમાં કેનેડાની મિશેલ લીને હરાવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો તો લક્ષ્યસેને મલયેશિયાના ત્સે યોંગને હરાવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પુરુષોની ટેબલ ટેનિસ સિંગલ્સમાં અચન્તા શરથ કમલે બાજી મારી લઇ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો તો બેડમિન્ટન ડબલ્સની ફાઇનલમાં ચિરાગ-સાત્વિકની જોડી મેદાન મારીને ગોલ્ડ મેડલ લઇ ગઇ હતી.
વિશ્ર્વની સાતમી ક્રમાંકિત ભારતીય સુપરસ્ટાર પી.વી. સિંધુએ ભારે મેદની વચ્ચે વિશ્ર્વની તેરમી ક્રમાંકિત કેનેડિયન ખેલાડીને ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી હતી. ૨૦ વર્ષના લક્ષ્યસેને મલયેશિયન ખેલાડીને ૧૯-૨૧, ૨૧-૯, ૨૧-૧૬ના સ્કોરથી હરાવ્યો હતો. બેડમિન્ટન ડબલ્સમાં ચિરાગ-સાત્વિકે ઇંગ્લેન્ડના બૅન લેન અને સીન મેન્ડીની જોડીને ૨૧-૧૫, ૨૧-૧૩ના સ્કોરથી સીધી હાર આપી હતી. ટેબલ ટેનિસમાં શરથે ઇંગ્લેન્ડની લિયામ પિચફોર્ડને ૧૧-૧૩, ૧૧-૭, ૧૧-૨, ૧૧-૬ અને ૧૧-૮ના સ્કોર દ્વારા હરાવતાં એ ૪-૧થી મેચ જીતી ગઇ હતી.
બૉક્સિગંની ૯૨ કિગ્રા.થી ઉપરના વર્ગ ફાઇનલમાં સાગર અહલાવત હારી જતાં તેણે રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના ઓરી સામે ૫-૦થી હારી ગયો હતો. જી-સાથિયાને ટેબલટેનિસ સિંગલ્સમાં ઇંગ્લેન્ડના પોલ ડ્રિન્કહોલને હરાવીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.પુરુષોની હૉકી ફાઇનલ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી પરાજય થતાં ટીમે રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએે ચંદ્રક મેળવનાર બોક્સિગં ખેલાડી પુગિલિસ્ટ સાગર, બેડમિન્ટન ખેેલાડી ટ્રેસા જોલી, ગાયત્રી અને કિદામ્બિ
શ્રીકાંતને તેમ જ ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ અને શ્રીજા અકુલા તેમ જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ચંદ્રક મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. બેડમિન્ટન સિંગલમાં સુવર્ણચંદ્રક હાંસલ કરીને ભારતનું ગૌરવ વધારનાર પી.વી.સિન્ધુુને પણ રાષ્ટ્રપતિએ અભિનંદન આપ્યા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.