પુણે: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે આજે ભારતની છબી એક એવા દેશની છે જે તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.
તેમણે ઉમેર્યું હતું કે દરેક દેશ પાસે તેના પડકારો હોય છે . તેઓ અહીં સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ફેસ્ટિવલ ઓફ થિંકર્સ’ને સંબોધિત કરી રહ્યા હતા. “છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણી પશ્ર્ચિમી સરહદ પર લાંબા સમયથી આપણી કસોટી લેવામાં આવી હતી. મને લાગે છે કે હવે વસ્તુઓ થોડી અલગ છે અને દરેક એ માટે સહમત થશે. ૨૦૧૬ અને ૨૦૧૯માં અમુક બનાવો બન્યા હતા અને આપણી પરીક્ષા લેવામાં આવી હતી. ભારત આ કસોટીમાંથી કેવી રીતે આવે છે તે આપણી ઊભા રહેવાની ક્ષમતા બતાવશે. અમે જી-૨૦ના પ્રમુખ તરીકે, વડા પ્રધાનના સ્તરે, મારા સ્તરે, નાણાં પ્રધાન, વેપાર પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સ્તરે વૈશ્ર્વિક દક્ષિણના સવાસો દેશો સાથે પરામર્શ કર્યો હતો.
અમે જી-૨૦ માં જણાવવા માંગીએ છીએ કે વિશ્ર્વનો એક મોટો હિસ્સો છે જે તે ટેબલ પર બેઠો નથી પરંતુ તેઓના કાયદેસરના હિત છે અને કોઈએ તેમના માટે બોલવાની જરૂર છે. ભારતને આજે બાકીના દેશો જી-૨૦ સહિતના દેશો એમના તરફથી બોલનાર દેશ માનવામાં આવે છે. (એજન્સી)