નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ED ઓફિસ પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તા અને સાંસદોનું વિરોધ પ્રદર્શન

ટૉપ ન્યૂઝ

નેશનલ હેરાલ્ડ(National Herald) કેસમાં કથિત મની લોન્ડરિંગના આરોપો બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) આજે બીજી વખત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી શકે છે. EDએ લગભગ ત્રણ ડઝન પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને ED હેડક્વાર્ટર ખૂબ જ સતર્ક છે, અધિકારીઓ માસ્ક પહેરીને પૂછપરછ કરશે. પૂછપરછ દરમિયાન પુત્રી પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) જરૂરી દવાઓ સાથે હાજર રહેશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે(Ashok Gehlot) કેન્દ્રીય તપાસ એજન્સી EDપર નિશાન સાધ્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે EDએ દેશમાં આતંક મચાવ્યો છે. ED પાસે વધુ પડતો પાવર છે. ED પોતાને અલગ માની રહી છે. પહેલા રાહુલને પાંચ વખત બોલાવવામાં આવ્યા હતા અને હવે સોનિયાજીને વારંવાર બોલાવવામાં આવી રહ્યા છે.
સોનિયા ગાંધીની પૂછપરછનો દેશભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તા અને સાંસદો વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાંસદો સાથે રાહુલ ગાંધી(Rahul Gandhi) પણ વિરોધ કરવા બેસી ગયા છે. સાંસદોને રાષ્ટ્રપતિ ભવન તરફ જતા અટકાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે રાજઘાટ પર ‘સત્યાગ્રહ’ કરવા કોંગ્રેસ કાર્યકરોને મંજૂરી આપી ન હતી. સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની બાજુમાં આવેલા કોંગ્રેસ મુખ્યાલયમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓને એકત્ર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

“>

21 જુલાઈના રોજ, EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડરિંગના સંબંધમાં સોનિયા ગાંધીની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ગયા મહિને જૂન મહિનામાં રાહુલ ગાંધીની લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પણ કોંગ્રેસે સતત 5 દિવસ સુધી પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના આ પ્રદર્શનો પર ભાજપના સવાલો પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે(Shaktisinh Gohil) દાવો કર્યો હતો કે જ્યારે ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલિન મુખ્યમંપ્રધાન નરેન્દ્ર મોદીની SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી સમગ્ર ગુજરતમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત રાજ્યપાલ વિરુધ દિવાલો પર અપશબ્દો લખવામાં આવ્યા હતા. ભાજપના એક વિધાનસભ્યએ પૂછપરછ અટકાવવા માટે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહને કોઈ કેન્દ્રીય એજન્સીએ સમન્સ મોકલ્યા ન હતા, પરંતુ કોર્ટના નિર્દેશ પર તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.