નેશનલ હેરાલ્ડ કેસઃ આજે ED સોનિયા ગાંધીની પૂછપરછ કરશે, કોંગ્રેસે વિપક્ષને ચુપ કરવાનું કાવતરું ગણાવ્યું

ટૉપ ન્યૂઝ

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. કોંગ્રેસ દિલ્હી ED ઓફીસ તથા દેશભરમાં તેનો વિરોધ કરશે. ભારતીય યુવા કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના ઘણા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી આને વિપક્ષને ચૂપ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કેટલાક નેતાઓએ EDના અધિકારીઓને વિનંતી કરી હતી કે જો શક્ય હોય તો તેઓ સોનિયા ગાંધીની તેમના નિવાસસ્થાને આવીને પૂછપરછ કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED અધિકારીઓએ આ વિનંતી સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે જો તે ન આવી શકે તો તેઓ સોનિયા ગાંધીના ઘરે જશે અને તેમનું નિવેદન લેશે. પરંતુ જ્યારે સોનિયા ગાંધીને આ વાત કહેવામાં આવી ત્યારે તેમણે ના પાડી દીધી અને કહ્યું કે તેઓ પોતે ED ઓફિસ જશે. તેમણે કહ્યું હતું કે “I CAN HANDLE”.
સોનિયા ગાંધી વતી EDને વિનંતી કરવામાં આવી છે કે તેમને કેટલીક મહત્વપૂર્ણ દવાઓ લેવી પડશે અને તેમને સમયે સમયે નેબ્યુલાઈઝ કરવા પડશે, તે જોતાં તેમને બ્રેક આપવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDના અધિકારીઓ આ માટે સંમત થયા છે.
EDના એડિશનલ ડાયરેક્ટર જનરલ મોનિકા શર્માના નેતૃત્વમાં સોનિયા ગાંધીની ત્રણ તબક્કામાં પૂછપરછ કરવામાં આવશે. તેમની દસ્તાવેજો બતાવીને પણ પૂછપરછ કરવામાં આવશે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીના કહેવા પર તેમને સમયે સમયે આરામ આપવામાં આવી શકે છે. પ્રથમ તબક્કામાં સાત વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્યારબાદ યંગ ઈન્ડિયાને લઈને પૂછપરછ કરવામાં આવશે. બીજા તબક્કામાં AJL અને કોંગ્રેસને લગતા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં તમામ પાસાઓની પૂછપરછ કરવામાં આવશે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં ED સમક્ષ સોનિયા ગાંધીની હાજરીને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ સમગ્ર દેશનું દિલ જીતી લીધું છે. સોનિયા ગાંધીએ યુપીએની રચના કરી. સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ છોડી દીધું હતું. તેમના પરિવારજનો દેશ માટે શહીદ થયા છે. જ્યારે પવન ખેરાએ કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની એજન્સીઓ સાથે સાંઠગાંઠ છે.આ કોંગ્રેસને રોકવાનું ષડયંત્ર છે, વિપક્ષને ચૂપ કરવાનું ષડયંત્ર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.