નેશનલ એવોર્ડ વિજેતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું હાર્ટ એટેકથી અવસાન, સંગીત જગતમાં શોક

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું(Shivamogga Subbanna) હાર્ટ એટેકના કારણે ગત રાત્રીએ નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ગાયક શિવમોગ્ગાને ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતા બેંગલુરુની(Bengaluru) જયદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા.
શિવમોગ્ગા સુબન્ના પ્રથમ કન્નડ ગાયક(kannad singer) હતા જેમને પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સુબ્બન્નાને આ રાષ્ટ્રીય પુરસ્કાર ફિલ્મ ‘કડુ કુડુરે’માં તેમના દ્વારા ગાયેલું ગીત ‘કાડુ કુડુરે ઓડી બાનડીટા’ માટે આપવામાં આવ્યો હતો. સુબ્બાનાનું નિધન સંગીત જગત માટે મોટી ખોટ છે.
કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાને રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુબન્નાએ પોતાની પ્રોફેશનલ કરિયરની શરૂઆત વકીલ તરીકે કરી હતી પરંતુ સંગીત પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ વકીલાત છોડીને સંગીતની દુનિયામાં આવ્યા હતા.
સંગીતની દુનિયામાં આવીને શિવમોગ્ગા સુબન્નાએ પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું. તેણે પોતાના કરિયર દરમિયાન ‘સુગ્મા સંગીત’ માટે ઘણું કામ કર્યું. સુબન્નાએ ઘણા પ્રખ્યાત કવિઓની રચનાઓ પોતાનો સુરીલો અવાજ આપ્યો છે. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના ઘણા કાર્યક્રમોમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો.
કન્નડ ગાયક સુબ્બન્નાના નિધનથી સમગ્ર સંગીત જગત શોકમાં છે. છેલ્લા છ મહિનાથી સંગીત જગતની અનેક હસ્તીઓએ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેમાં સૂર કોકિલા લતા મંગેશકર, સિંગર કેકે, ભૂપેન્દ્ર અને પંજાબના સિદ્ધુ મુસેવાલા જેવા દિગ્ગજ કલાકારોના નામ સામેલ છે. આવી સ્થિતિમાં કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાનું નિધન સંગીત જગત માટે મોટી ખોટ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.