નથણી મેરી ડોલે રે…

લાડકી

ફિલ્મ ‘મદહોશ’ના આ ગીતથી જ આભૂષણોમાં નથણીનું મહત્ત્વ સમજાઈ જાય છે. આજે આપણે અહીં આ નાનકડી નથણીની વિશાળ દુનિયામાં ડોકિયું કરીશું…

ફેશન -મૌસમી પટેલ

મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે ઘરેણાં… અને મોટા ભાગની જ્વેલરી મહિલાઓ પોતાના ચહેરા અને તેની આસપાસના અવયવો પર જ ધારણ કરે છે અને એમાંથી ઘણાં આભૂષણોનું ધાર્મિક માહાત્મ્ય પણ હોય છે. આવી જ એક જ્વેલરી છે નોઝ પિન કે જેને આપણે નથણી, નથ જેવાં અલગ અલગ નામે ઓળખીએ છીએ. આજકાલ તો બજારમાં અલગ અલગ પ્રકારની ટ્રેડિશનલ અને મોડર્ન નોઝ પિન મળી રહે છે જે માનુનીઓની સુંદરતાને નિખારવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે આપણે અહીં કેટલીક એવી જ નોઝ પિન્સ વિશે વાત કરવાના છીએ જે બજારમાં તો સરળતાથી મળી જશે અને તમારી સુંદરતામાં પણ વૃદ્ધિ કરશે…
——–
બંજારા લુકવાળી નોઝ પિન કી બાત હૈ ન્યારી
ટીવી સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ની બીજી સીઝનમાં કોમોલિકાનું પાત્ર ભજવનાર હિના ખાને આ સ્ટાઈલની નોઝ પિન પહેરી હતી. આ પ્રકારની નોઝ પિનમાં તમને અલગ અલગ પ્રકારની ડિઝાઈન્સ મળી રહેશે. તમે આ નોઝ પિન્સ વેસ્ટર્ન અને ઈન્ડિયન બંને પ્રકારનાં આઉટફિટ્સ સાથે પહેરી શકો છો.
——–
હેવી લુક કે લિએ ટ્રાય કરેં યે નથ
હેવી લુકવાળી નોઝ પિન્સ ટ્રાય કરવાની ઈચ્છા હોય તો તમારી પાસે પસંદગી કરવા માટે ખૂબ વિશાળ રેન્જ છે. ગોલ્ડ, સિલ્વર કે આર્ટિફિશિયલ કોઈ પણ પ્રકારની હેવી નોઝ પિન્સ ટ્રાય કરીને તમે પરફેક્ટ એથનિક લુક મેળવી શકો છો.
———-
ધાર્મિક ચિહ્નોવાળીનોઝ પિન
બજારમાં તમને ધાર્મિક ચિહ્નોવાળી નોઝ પિન સરળતાથી મળી જશે અને આજકાલ આવી નોઝ પિન પહેરવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. તમે ઈચ્છો તો સોના, ચાંદી કે પછી આર્ટિફિશિયલ એમ કોઈ પણ પ્રકારની નોઝ પિન્સ ખરીદી શકો છો. આ નોઝ પિન્સ જ્વેલર્સ કે કોઈ પણ કોસ્મેટિક શોપ્સમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ સ્ટાઈલની નોઝ પિન્સ તમે એથનિકવેઅર્સની સાથે કૅરી કરી શકો છો.
———
ઝોડિયેક સાઈન ભી હૈ ટ્રેન્ડ મેં
તમે ક્રાઉડમાં હટકે દેખાવા માગો છો તો તમારી ઝોડિયેક સાઈન પ્રમાણેની નોઝ પિન્સ પણ ટ્રાય કરી શકો છો. બજારમાં અનેક પ્રકારની ડિઝાઈનર ઝોડિયેક સાઈનવાળી નોઝ પિન્સ સહેલાઈથી મળી જશે એટલું જ નહીં, તમે તમારા લક્કી નંબર, આલ્ફાબેટ, કલર કે પછી એસ્ટ્રોલોજીને અનુસરીને પણ નોઝ પિન્સની પસંદગી કરી શકો છો, પણ આ પ્રકારની નોઝ પિન્સમાં સિલ્વર કે ગોલ્ડનો જ ઓપ્શન તમારી પાસે રહેલો છે, એ ધ્યાનમાં રાખવાનું ભૂલશો નહીં!
———
બોહો લુક પણ કરો ટ્રાય
આજકાલ માનુનીઓ અને તેમાં પણ ખાસ કરીને યુવતીઓ બોહો લુકને ખૂબ જ પસંદ કરી રહી છે. આ લુકની અલગ અલગ પ્રકારની જ્વેલરી બજારમાં ઉપલબ્ધ છે, પણ આ બધામાં બોહો નોઝ પિન્સ એકદમ ટ્રેન્ડિંગ છે. આ પ્રકારની નોઝ પિન્સ તમને આર્ટિફિશિયલ જ્વેલરી શોપમાં સહેલાઈથી મળી જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.