કોરોના પછી ‘આ’ રોગે લોકોની ચિંતા વધારી, નાસિકમાં 22 લોકોના મોત…

અવર્ગીકૃત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

કોરોના જેવા જ લક્ષણો ધરાવતી સ્વાઈન ફ્લૂની બિમારીએ ફરી એકવાર માથું ઉચક્યું છે, જેને કારણે નાસિકના આરોગ્ય વિભાગની માથાનો દુઃખાવો વધી ગયો છે. સ્વાઇન ફ્લૂને કારણે નાસિકમાં 22 લોકોના મોત થયા છે. સતત વરસાદ અને સૂર્ય પ્રકાશની ગેરહાજરીથી રોગચાળાના વધતા જતા બનાવોને કારણે નાશિકમાં સ્થિતિ વણસી છે.આ રોગ મામલે ઉંઘતા ઝડપાયેલા જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને કોરોના જેવા લક્ષણોવાળા આ રોગને નજરઅંદાજ ન કરવા અને દર્દીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવાની અપીલ કરી છે. મૃત્યુઆંક વધુ હોવાનું જણાતાં આરોગ્ય વિભાગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનું વર્ગીકરણ કરીને આંકડા રજૂ કર્યા છે. નાસિકમાં જૂનમાં 2, જુલાઈમાં 28, ઓગસ્ટમાં 102 અને સપ્ટેમ્બરમાં 12, સહિત અત્યાર સુધીમાં 144 લોકો સંક્રમિત જોવા મળ્યા છે.
નાસિક શહેરની સાથે નાસિકમાં પણ બહારના દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા અઠવાડિયાથી જિલ્લામાં ભારે વરસાદ અને તડકો પણ દુર્લભ હોવાથી આ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું હોવાની દલીલ વહીવટીતંત્ર કરી રહ્યું છે. સતત વરસાદના કારણે ડેન્ગ્યુના દર્દીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. શહેરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 230 દર્દીઓ મળી આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.