નાશિકઃ નવા વર્ષની શરુઆતમાં જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. નાશિકના ઈગતપુરી નજીક એક કંપનીમાં ભીષણ સ્ફોટ થઈને આગ ફાટી નીકળી હતી. આ આગમાં બેના મૃત્યુ થયા છે અને અનેક જણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પ્રાથમિક તબક્કામાં આ આગ બોઈલરને કારણે લાગી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પણ રાજ્યના વરિષ્ઠ અધિકારી ધવલ પ્રકાશ અંતાપુરકર દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે અને બોઈલરને કારણે આગ લાગવાની શક્યતા જ નથી એવું તેમણે સ્પષ્ટ કર્યું છે. કંપનીમાં કુલ પાંચ બોઈલર છે અને ત્રણ બોઈલર વેસ્ટ હીર રિકવરી અને થેરામિક ફ્લ્યુઈડથી ચાલે છે. અર્થાત જ આ બોઈલરમાં વરાળ તૈયાર કરવા જ્વલનશીલ ઈંધણ નાખવાની જરુર પડતી નથી. બાકીના બે બોઈલર સ્મોલ ઈન્ડસ્ટ્રિયલ બોઈલર ટાઈપના છે એટલે કે નાના બોઈલર છે. એટલે બોઈલરને કારણે આગ લાગી હોય એવી શક્યતા નહીંવત છે, પણ તેમ છતાં ઘટનાસ્થળની મુલાકાત લઈને પૂરતી તપાસ કર્યા બાદ જ ચોક્કસ માહિતી આપી શકાશે, એવું અંતાપુરકરે વધુમાં જણાવ્યું હતું.
નાશિક અગ્નિતાંડવઃ આગ લાગવાનું કારણ બોઈલર નહીં જ, અધિકારીની સ્પષ્ટતા
RELATED ARTICLES