નાશિકઃ અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો બે કોલેજિયન વિદ્યાર્થિનીઓ છુટ્ટા હાથની મારામારી કરતી જોવા મળી રહી છે. આ પહેલાં પણ ગંગાપુર રોડ કોલેજની બે વિદ્યાર્થિનીઓના ગ્રુપ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી.
આવી જ ઘટના નાશિક-પુણે હાઈવે પર આવેલી કોલેજની સામે જોવા મળી હતી. બંને યુવતીઓ વચ્ચે ફ્રી સ્ટાઈલ મારામારી થઈ રહી છે અને એકબીજાના વાળ ખેંચીને મારામારી ચાલી રહી હતી. આ મારામારી જોવા માટે કોલેજિયનોએ ભીડ કરી હતી અને કેટલાક ઉત્સાહી યુવાનોએ વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. ત્યાંથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
नाशिकमध्ये पुन्हा मुलींमध्ये फ्री-स्टाईल हाणामारी #viralvideo #nashik #college #girlsfight pic.twitter.com/y6bSmIWKAC
— Kiran Balasaheb Tajne (@kirantajne) February 4, 2023
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, અત્યાર સુધી સેંકડો લોકોએ આ વીડિયો જોયો છે અને તેને લાઈક પણ કર્યો છે. વીડિયોમાં બંને યુવતી એકબીજાના વાળ ખેંચીને લાતમલાતી અને મુક્કા મારતી જોવા મળે છે. મજાની વાત તો એ છે બંને યુવતીને છોડાવવા ગયેલી યુવતીને પણ ધક્કામુક્કી કરી હતી. બંનેના યુનિફોર્મ પરથી બંને એક કોલેજની વિદ્યાર્થિનીઓ હોવાનું સ્પષ્ટ થાય છે.
જોકે, આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ તો એ છે કે આખરે આ બંને યુવતીઓ વચ્ચે મારામારી કેમ થઈ તેનું કારણ જાણવા મળ્યું નથી તે ચોક્કસ કયા કારણોસર આ બંને યુવતીઓ વચ્ચે વિવાદ થયો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો એકદમ ધૂમ મચાવી રહ્યો છે.