મુંબઈઃ ભાજપના નેતા અને કેન્દ્રિય કેબિનેટ મિનિસ્ટર નારાયણ રાણેએ શિવસેના પક્ષ બાબતે મોટું નિવેદન આપીને રાજકીય ગરમાગરમીના માહોલને હવા આપવાનું કામ કર્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથને શિવસેના પક્ષનું નામ અને ચિહ્ન મળી જતાં મહારાષ્ટ્રના રાજકારણમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. શિવસેનાના 40 વિધાનસભ્યો સીએમ શિંદે સાથે જતા રહ્યા હોવાને કારણે નારાયણ રાણેએ શિવસેનાનો અંત આવી ગયો છે અને હવે એમાં કંઈ બાકી રહ્યું નથી, એવું નિવેદન કર્યું હતું.
નારાયણ રાણેએ ઠાકરે જૂથ પર ટીકા કરતાં આવું નિવેદન આપ્યું હતું પરંતુ તેમણે ટીકા કરતી વખતે ઠાકરે જૂથનો ઉલ્લેખ કર્યા વિના શિવસેનાનો અંત આવી ગયો છે એવું જણાવ્યું હતું. એક તરફ સીએમ શિંદે અમે એટલે શિવસેના એવો દાવો કરી રહ્યા છે ત્યારે રાણેએ શિવસેના ખતમ થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યું છે. તેથી ચોક્કસ કઈ શિવસેના એ મુદ્દે વિવાદ ઊભો થઈ રહ્યો છે.
નારાયણ રાણેએ ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની ખેડમાંથી સભા વિરાટ નથી, આ સભામાં સ્થાનિક લોકો નહોતા. ઉદ્ધવ ઠાકરે શું બોલશે?એમને શું બોલતા આવડે છે? રાજ્યનો વિકાસ, જનતા, જનતાના પ્રશ્નો બાબતે તેમને શું ખબર છે? ઉદ્ધવ ઠાકરેએ અઢી વર્ષમાં કંઈ કર્યું નહીં અને હવે તે બોલીને શું કહેશે? કોંકણમાં અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું એના પૈસા લોકોને મળ્યા નથી. શું આપ્યું તમે કોંકણને? તેથી બોલવા જેવું કંઈ હતું જ નહીં, એવી ટીકા પણ નારાયણ રાણે કરી હતી.
શિવસેનાનો અંત આવી ગયો છે હવે કંઈ બાકી રહ્યું નથી, કયા દિગ્ગજ નેતાએ કહ્યું આવું?
RELATED ARTICLES