દાદરમાં શિવસેનાનાં બે જૂથ વચ્ચે થયેલી ભીંસ પ્રકરણમાં નારાયણ રાણેએ ઝંપલાવ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રહેવું-ફરવું છે? સરવણકરની મુલાકાત બાદ રાણેએ ઠાકરેને આપી ખુલ્લી ધમકી

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં હવે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ પણ એન્ટ્રી મારી છે. રાણે સોમવારે સવારે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા વિધાનસભ્ય સદા સરવણકરના ઘરે ગયા હતા. પ્રભાદેવી વિસ્તારમાં ઠાકરે સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે અથડામણ થઇ હતી. એ પાર્શ્રવભૂમિ પર રાણે-સરવણકર મુલાકાત તરફ રાજકીય વર્તુળોની નજર હતી. મહારાષ્ટ્રમાં રહેવું-ફરવું છેને? એવી ખુલ્લી ધમકી સરવણકરની મુલાકાત બાદ રાણેએ ઠાકરેને આપી હતી.

દાદરમાં શિવસેનાનાં બંને જૂથ વચ્ચે અથડામણ થઇ હોવા અંગે નારાયણ રાણેએ કહ્યું હતું કે સરવણકર મારા મિત્ર છે. રવિવારે જે બનાવ બન્યો તે અંગે હું તેમની સાથે ચર્ચા કરવા ગયો હતો. જે અંગે ફરિયાદ થઇ છે તેની પોલીસ તપાસ કરશે. ફાયરિંગ થયું હતું એવું કહેવાય છે, તો શું અવાજ આવ્યો કે, એવો સવાલ નારાયણ રાણેએ કર્યો હતો. સરવણકરની સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે રાણેએ વાતચીત કરી હતી.

માતોશ્રીની દુકાનમાં બેસીને ફરિયાદનું માર્કેટિંગ કરવા સિવાય બીજું કોઇ કામ બચ્યું નથી. પણ આવા નાનકડા હુમલા ન કરો. મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવું-ફરવું છે કે નહીં? તો પરવાનગી લેવી પડશે. પક્ષનો સવાલ નથી, મિત્ર છું એટલે અહીં આવ્યો છું. અમારી યુતિ છે, યુતિ ધર્મ અનુસાર એકમેકની પાછળ બંનેની તાકાત હોય છે. ૫૦ જણ એક જણ પર હુમલો કરવા આવ્યા હતા. આ માટે બિનજામીનપાત્ર ગુનો નોંધવામાં આવે છે, એવું પણ રાણેએ જણાવ્યું હતું. અમે ધાંધલધમાલમાં માથું નથી મારતા, નહીં તો તમારું અહીં ફરવું પણ કઠિન થઇ જશે. શિંદે જૂથ જ શિવાજી પાર્ક પર દશેરા રેલી યોજશે અને ધનુષ્ય બાણનું ચિહન પણ તેમને જ મળશે, એવો વિશ્વાસ પણ તેમણે આ સમયે વ્યક્ત કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.