Homeઉત્સવનલવાએ અદ્ભુત કીમિયાથી બધાં બાળકો-સ્ત્રીઓને છોડાવ્યાં

નલવાએ અદ્ભુત કીમિયાથી બધાં બાળકો-સ્ત્રીઓને છોડાવ્યાં

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

યુદ્ધમાં જીત કે હાર થાય જ. વિજય બાદ હવે દુશ્મનોના પંજામાંથી હિન્દુ બાળકો- બાળકી અને યુવતીઓને છોડાવવાના હતા, જીવતા અને સલામત રીતે. હરિસિંહ નલવાને સુપેરે જાણ હતી કે હારેલા જુગારી બમણું રમી શકે. તેમાંય અહીં તો ધર્મ ઝનૂનીઓના હાથ હેઠા પડ્યા હતા. અને લોકો ગમે તે હદે જઇ શકે. તો કરવું શું?
સરદાર હરિસિંહ નલવાએ મનમાં કંઇક નક્કી કરી લીધું. તેમણે તાત્કાલિક અંગરોરને ઘેરી લીધું. પછી થવાનું હતું એ જ થયું. લડાઇ શરૂ થઇ ગઇ. પણ નાનકડા સંગ્રામમાં પઠાણો ન ફાવ્યા.
આ વખતે નલવાએ જે નવો વ્યૂહ અજમાવ્યો એ જોઇને
શત્રુઓ જ નહીં.
સાથીઓ પણ આઘાતથી દંગ રહી ગયા. નલવા હુકમ મુજબ યુદ્ધમાં ફતેહ બાદ અંદાજે સવા-સવાસો પઠાણ મહિલાઓને પકડી લીધા. અગાઉ કયારેક ખાલસા સેવાએ આવું કર્યું, જોયું કે વિચાયુર્ર્ં ય નહોતું.
અંગરોર છોડીને શનકિયારી પહોંચ્યા બાદ સૌને નલવાના આ પગલાં પાછળનો તર્ક સમજાયો. અગાઉની આઘાત અને દોષની લાગણી તરત પ્રશંસામાં ફેરવાઇ ગઇ. નલવા બાહુબલી ઉપરાંત અદ્ભુત દિમાગ અને નાજુક હૃદય ધરાવે છે. એની વધુ એક સાબિતી મળી અને સૌ નતમસ્તક થઇ ગયા.
શનકિયારીમાં નલવાએ ઢંઢેરા પીટાવ્યો. આ ઢંઢેરો સ્વાભાવિક પણે પઠાણો હતા કે એક હિન્દુ-મહિલા-બાળકને છોડો અને બદલામાં એક પઠાણ મહિલાને પાછી લઇ જાઓ પગ નીચે ગરમાગરમ રેલો આવ્યો એટલે મુસલમાનો નરમઘેશ જેવા થઇ ગયા હતા.
પોતાના કબીલાની મહિલાઓને જીવતી અને સલામત પાછી મેળવવા માટે તેમણે બધાં હિન્દુ બાળકો અને યુવતીઓને જીવતાં છોડી દેવાં પડ્યાં.
પઠાણ મહિલાઓએ પાછા આવીને નલવા અને ખાલસા સેનાના ભારોભાર વખાણ કર્યા.
હેરાનગતિ, કનડગત કે છેડતી તો જવા દો, કોઇએ ખરાબ નજરે પણ પોતાને જોયા ન હોવાનું સાંભળીને મુસલમાનોને આશ્ર્ચર્ય થયું. પોતે પરાજીતોની સ્ત્રીઓ સામે કેવી હેવાનિયત કરતા હતા એ યાદ આવી ગયું, પરંતુ કરમ એટલા બદતર કે પોતાના ભૂંડા કામ તરત જ ભૂલાઇ ગયા.
સરદાર હરિસિંહ નલવા ક્યારેય કોઇ સ્ત્રીને ખરાબ નજરે જોતા નહીં. આ જ શીખામણ સલાહ અને શિક્ષણ એમના સૈનિકોને અપાયું હતું. આ બહાદુર વીર સ્ત્રી-દાક્ષિણ્ય માટે માથું હાથમાં લઇને નીકળી પડતા અચકાતો નહીં, એનો વધુ એક કિસ્સો ઝડપભેર સામે આવ્યો.
બન્યું એવું કે શનકિયારીમાં હિન્દુ મહિલા-બાળકોને સલામતપણે પાછા લાવ્યા બાદ સરદાર હરિસિંહ અને એમની એકસો જવાનોની સેના જંગલમાં પડાવ નાખીને થોડો આરામ કરી રહી હતી. ત્યાં રાતે એક અજાણ્યા આગંતુકના આગમને સૌને સતર્ક કરી દીધા, પરંતુ નહોતો એ શત્રુનો દૂત કે જાસૂસ, એ તો વખાનો માર્યો જીવ હતો.
તેણે પોતાની આપવીતી સંભળાવવાની શરૂઆત કરી. હજી ગઇ કાલે જ એ પોતાની નવોઢાની ડોલી લઇને પાછો ફરી રહ્યો હતો, ત્યારે મિચનીના ખાનના સૈનિકોએ અકારણ તેને ઘેરી લીધા. પછી બળજબરીથી એની નવોઢાને લઇને ભાગી ગયા. આ બિચારો પતિ મિચનીના ખાન પાસે ગયો. હાથ જોડ્યા, પગે પડ્યો અને ખૂબ કરગર્યો કે મારી પત્નીને પાછી મેળવી આપો ભાઇસા’બ. ખાને ભળતો જ ન્યાય તોળ્યો. એ ગુનેગાર હોય એમ એને બંદીખાનામાં ધકેલી દેવાયો.
રાત્રિ-ભોજનના સમયે અજાણ્યા યુવકને થયેલા અન્યાયની વ્યથા કથા સાંભળીને નલવા તો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. વાળુ પત્યા બાદ સરદાર હરિસિંહે આદેશ આપ્યો કે અબી હાલ સમગ્ર સેના કૂચ કરે, આપણે સવારે પાછા આવીને અહીં જ ભોજન આનો અર્થ સ્પષ્ટ હતો કે એક રાતના અંધારામાં જ મિચનીના ખાનને સીધો દોર કરી નાખવાનો હતો.
નલવા જાણતા હતા કે પોતાની પાસે મોટું લાવ લશ્કર
નથી. સામે કેટલાં સૈનિકો હશે એય ખબર નહોતી, પરંતુ ઝાઝો વિચાર કરવા રોકાયા વગર નલવા પોતાના સો સાવજ સાથે
નીકળી પડયા.
નલવા તો ઠીક પણ એમનો એક સૈનિક દશ-પચાસ-સોને પહોંચી વળે એવો શક્તિશાળી. ખરેખર થયું પણ એવું જ. મિચનીની સેના અંધારાના પહેલા રાઉન્ડમાં ભોંય ભેગી થઇ ગઇ. નલવાએ મિચની પહોંચીને દૂત થકી ખાનને તાકીદ કરી કે અપહૃૃત નવોઢાને છોડી મૂકો નહીંતર.
સૌ પહેલાં તો સરદાર હરિસિંહ નલવા આવી પહોંચ્યાની વાતથી જ ખાનને આંચકો લાગ્યો, પરંતુ નવોઢાને છોડી મૂકવી એ તો પોતાનું અપમાન ગણાય? પોતાના માણસો શું વિચારશે? ખાને નક્કી કર્યું કે નલવાને હવે બરાબરનો પાઠ શીખવવો જ પડશે.
પારકી પંચાતમાં શા માટે પડે છે એ! અમારા મામલામાં
માથું મારવાની ગુસ્તાખીની સજા તો મળવી જ જોઇએ.
ખાન પાંચસો પઠાણ સૈનિકોને લઇને નલવા સાથે બાથ ભીડવા નીકળી પડ્યો, ત્યારે એને ખબર નહોતી કે પોતે શું કરવા જઇ રહ્યો છે? (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular