Homeઆમચી મુંબઈચેલેન્જ પૂરી કરવાનું જૂનુન જ બન્યું મૃત્યુનું કારણ...

ચેલેન્જ પૂરી કરવાનું જૂનુન જ બન્યું મૃત્યુનું કારણ…

નાગપુરઃ આજની પેઢી મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ખૂબ જ વધારે પડતો ઉપયોગ કરવા લાગી છે અને ઘણી વખત આ વધારે પડતાં ઉપયોગના દુષ્પરિણામોની ઘટનાઓ સામે આવતી હોય છે. મોબાઈલ ફોન પરના વીડિયો જોઈને એ પ્રમાણે જ વર્તન કરવાની ઘટનાઓ પણ જોવા મળે છે. નાગપુરમાં આવી જ એક ઘટનામાં 13 વર્ષના બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાળકના મૃત્યુને કારણે તેના માતા-પિતા આઘાતમાં છે. આ ઘટના પરથી બોધ પાઠ લઈને માતા-પિતાએ સંતાનો મોબાઈલ પર શું કરે છે અને શું જુએ છે એ તરફ ધ્યાન આપવાની તાતી જરુર છે.
નાગપુરના અગ્રણ્ય બારાપાત્રે નામના એક 13 વર્ષીય બાળકે મોબાઈલમાં જોયેલા વીડિયોની કોપી કરવા જતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સોમવારે અગ્રણ્ય ટેરેસ પરની સીડી પર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યો હતો. મોબાઈલ પર જોયેલી એક ચેલેન્જ પૂરી કરવાના ચક્કરમાં તેનો જીવ ગયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આઠમા ધોરણમાં ભણતો અગ્રણ્ય નેશનલ લેવલનો અથ્લીટ હતો અને તે યુ ટ્યૂબ પર આપવામાં આવેલી એક સ્કાર્ફ ફેસ કવર ચેલેન્જ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ વખતે તેનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 25મી જાન્યુઆરીએ ટેરેસ પર રમવા ગયેલો અગ્રણ્ય લાંબા સમય સુધી પાછો નીચે ના આવતા તેનો પરિવાર તેને ટેરેસ પર શોધવા ગયો હતો અને એ સમયે ટેરેસની સીડી પર ગળેફાંસો લગાવેલો અગ્રણ્યનો મૃતદેહ જોઈને તેમને ધક્કો લાગ્યો હતો. ચેલેન્જ પૂરી કરતી વખતે થયેલી ભૂલને કારણે તેનું મૃત્યુ થયું હશે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન એકના એક દીકરાના નિધનને કારણે હચમચી ગયેલાં અગ્રણ્યના માતા-પિતાએ યુટ્યુબ પરના આવા વીડિયો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માગણી કરી છે, જેથી બીજા કોઈ બાળક સાથે આવું ના થાય. તેમ જ પોતાના સંતાનો મોબાઈલ પર શું જુએ છે, શું કરે છે એ તરફ ધ્યાન રાખવાની સલાહ પણ તેમણે આપી છે. જે વીડિયોને કરણે અગ્રણ્યનો જીવ ગયો એ વીડિયો મહારાષ્ટ્રની જ કોઈ શાળાનો છે અને તે ક્યાંનો છે એ બાબતની ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular