Maharashtra માં ટ્રેન અકસ્માત! શિવનાથ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના નાગપુર પાસે મળસ્કે શિવનાથ એક્સપ્રેસને અકસ્માત મળ્યો હોવાની માહિતી મળી રહી છે. આ અંગે રેલ્વે પ્રશાસને મંગળવારે જણાવ્યું હતું કે છત્તીસગઢના કોરબાથી મહારાષ્ટ્રના નાગપુર પાસે આવેલા ઈટવારી જઈ રહેલી શિવનાથ એક્સપ્રેસ ટ્રેન ડોંગરગઢ યાર્ડ પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. સવારે 3.42 કલાકે આ દુર્ઘટના નોંધાઇ હતી. ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનની સ્પીડ ધીમી હોવાને કારણે કોઈ  પ્રવાસીઓને ઈજા થઈ નથી. દરમિયાનમાં રેલ્વે અધિકારીઓએ મુસાફરોને ભોજન અને નાસ્તો પૂરો પાડ્યો હતો.

ગોંદિયા અને ઇટવારીથી Relief trains ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પાટા પરથી ઉતરી ગયેલા કોચને અલગ કરીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલ્વે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં ટ્રેન અકસ્માતની આ ત્રીજી છેલ્લા 12 કલાકમાં આ બીજી દુર્ઘટના છે. આ પહેલા ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે પણ એક અકસ્માત થયો હતો. વિજિયાનગરમ જતી માલસામાન ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રાત્રે લગભગ 8.35 વાગ્યે થઈ હતી, જ્યારે ટ્રેન ચક્રધરપુર ડિવિઝનથી ભુવનેશ્વર અને કટક થઈને વિજિયાનગરમ જઈ રહી હતી. આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. આ પહેલા મહારાષ્ટ્રના ગોંદિયામાં ભગત કી કોઠી એક્સપ્રેસ તેની આગળ ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મુસાફરોને ઈજા થઈ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.