નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ એનડીપીપીની સરકાર સત્તામાં આવી. ત્યાર બાદ ચૂંટણીમાં સાત જગ્યા સાથે ત્રીજા નંબરે રહેલી રાષ્ટ્રવાદીએ પણ સરકારમાં સહભાગી થવાનો નિર્ણય લીધો છે.
રાષ્ટ્રવાદીના આ નિર્ણય બાદ તેમના પર ટીકાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે હવે રાષ્ટ્રવાદીના સાંસદે આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદીએ ભાજપને ટેકો આપ્યો નથી, મુખ્ય પ્રધાનને ટેકો આપ્યો છે, ભાજપને નહીં. આજે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ પાસે 105 વિધાનસભ્યો છે, એવું હોવા છતાં ફાઈનલ સહી તો એકનાથ શિંદેની જ હોય છે.
ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રજૂ કરેલા બજેટ અંગે સુળેએ જણાવ્યું હતું કે મેં બજેટ વાંચ્યુ નથી, પણ જે જોવા અને જાણવા મળ્યું છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારે વધારે પડતાં જ કમિટમેન્ટ કરી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે લાઈન આપી છે એના વિરુદ્ધનું આ બજેટ છે.
પીએમ મોદીએ હંમેશા જ એવું કહેતાં જોવા મળે છે કે કોઈ પણ યોજનાને કોઈનું પણ નામ આપશો નહીં, પણ નમો એવું નામ જ્યારે મેં વાંચ્યુ ત્યારે મને સમજાયું જ નહીં, કે એમને આ યોજનાઓ કઈ રીતે ગમશે.
બારામતી લોકસભા મતદાર સંઘના શહેરી વિસ્તાર બાબતે આજે મહાપાલિકા કમિશનર સાથે ચર્ચા થઈ. પહેલાં અજિત પવાર દર શુક્રવારે પાલક પ્રધાન તરીકે બેઠક બોલાવતા હતા, પણ હવે આ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. નગર સેવક નથી તેથી અહીં આવીને કચરા, પાણી સહિત અન્ય મહત્ત્વના મુદ્દાઓ વિશે મહાપાલિકા કમિશનર સાથે ચર્ચા કરવી પડી રહી છે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.