સમંથા સાથે છૂટાછેડા બાદ આ હસીનાના પ્રેમમાં પાગલ થયો નાગ ચૈતન્ય, નામ જાણીને ચોંકી જશો

ફિલ્મી ફંડા

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર નાગ ચૈતન્યનું નામ ફરી એક વાર ચર્ચાનું કારણ બની રહ્યું છે. જોકે, આ વખતે નાગ ચૈતન્ય તેની એક્સ વાઈફ સમંથા રથ પ્રભુને કારણે ચર્ચાનો વિષય નથી બન્યો. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી ગરમાગરમ અને તાજી ખબર એ છે કે નાગ ચૈતન્યને તેની લેડી લવ મળી ગઈ છે. જી હા, તેને ફરી એક વાર પ્રેમ થઈ ગયો છે. નાગાર્જુનના દીકરા નાગ ચૈતન્ય મેડ ઈન હેવન ફિલ્મની એક્ટ્રેસ શોભિતા ધૂલીપાલા સાથે જોવા મળ્યો હતો.

સૂત્રોની માનીએ તો એક્ટર પોતાના માટે એક નવું ઘર પણ બનાવી રહ્યો છે. બંને એકબીજા સાથે ખૂબ જ કંફર્ટેબલ દેખાઈ રહ્યા હતાં. આ પહેલા પણ બંને એક સાથે જોવા મળ્યા હતાં અને બંને વચ્ચે પ્રેમ હોવાની ખબર ચર્ચાનું કારણ બની ગઈ છે. નોંધનીય છે કે લોકપ્રિય અભિનેત્રી સમંથા રથ પ્રભુ અને નાગ ચૈતન્યએ ગયા વર્ષે ચાર વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. છૂટાછેડા થયાના એક વર્ષ બાદ નાગ ચૈતન્યના શોભિતા ધૂલીપાલા સાથેના અફેરની ખબરો તેના ચાહકોને ચોંકાવી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.