Homeટોપ ન્યૂઝVijay Hazare Trophy: એન.જગદીશનની ધુંઆધાર બેટિંગે રચ્યો ઇતિહાસ

Vijay Hazare Trophy: એન.જગદીશનની ધુંઆધાર બેટિંગે રચ્યો ઇતિહાસ

ભારતના પાંચ શહેરોમાં વિજય હજારે ટ્રોફીની મેચ ખેલાઇ રહી છે, જેમાં ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે અરુણાચલ પ્રદેશ અને તમિલનાડુ વચ્ચેની મેચમાં તમિલનાડુની ટીમે બે વિકેટના ભોગે 506 રનનો જંગી જુમલો ખડકી દીધો હતો અને અનેક નવા કિર્તીમાન સ્થાપિત કર્યા હતા.
અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં તમિલનાડુની ટીમે 2 વિકેટના ભોગે 506 રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડ સર્જી દીધો હતો. આ અગાઉ સર્વાધિક સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો. તેણે 17 જૂન, 2022માં નેધરલેન્ડ સામેની મેચમાં 4 વિકેટના ભોગે 498 રન નોંધાવીને વિશ્વ વિક્રમ કર્યો હતો. તમિલનાડુના વિકેટકીપર એન. જગદીસને શાનદાર બેવડી સદી નોંધાવીને 277 રન નોંધાવ્યા હતા. તેણે માત્ર 114 બોલમાં બેવડી સદી નોંધાવી હતી, જે પણ એક રેકોર્ડ છે. ભારતીય સ્થાનિક ક્રિકેટમાં અગાઉની સૌથી ઝડપી બેવડી સદી 2018/19 વિજય હજારે ટ્રોફીમાં ઉત્તરાખંડ માટે કરણવીર કૌશલે 132 બોલમાં ફટકારી હતી. એન. જગદીસનના 277 રનમાં 15 છગ્ગા સામેલ છે, જે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં એક જ મેચમાં બેટર દ્વારા સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ છે. અગાઉ 2019માં મુંબઇના યશસ્વી જયસ્વાલે ઝારખંડ સામે એક મેચમાં સૌથી વધુ 12 છગ્ગા માર્યા હતા.
એન. જગદીસને આ સાથે A લિસ્ટ ક્રિકેટમાં લાગલગાટ પાંચ સેન્ચુરી ફટકારી છે અને આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.આ અગાઉ માર સંગાકારા, અલવીરો પીટરસન અને દેવદત્ત પડિક્કલએ A લિસ્ટ ક્રિકેટમાં લાગલગાટ ચાર સેન્ચુરી નોંધાવી છે.
જગદીસન અને સાંઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 416 રનની ભાગીદારી નોંધાવી હતી, જે તમામ લિસ્ટ A ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ છે. ભારતીય સ્થાનિક ક્રિકેટમાં અગાઉ 2019માં કેરળ માટે સંજુ સેમસન અને સચિન બેબીએ ગોવા સામે સૌથી વધુ 338 રનની ભાગીદારી નોંધાવી હતી.
આ સાથે એન જગદીસને વિજય હજારે ટ્રોફી 2022માં કુલ 799 રન બનાવ્યા છે. 2020/21માં પૃથ્વી શૉએ વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ 827 રન ફટકાર્યા હતા. તમિલનાડુએ કેરળ સામે હજી એક મેચ રમવાની બાકી છે અને એન. જગદીસનને પૃથ્વી શૉના એ રેકોર્ડને પણ તોડવાની તક છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર્સો આવી સ્થાનિક કક્ષાની મેચો પર ઘણું ધ્યાન આપતા હોય છે અને પ્રતિભાવાન ખેલાડીને ભારતીય ટીમમાં તક આપતા હોય છે, એ જોતા એન. જગદીસન માટે ભવિષ્ય ઉજળું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular