બાપ રે! અહીં ભાઈ-બહેન, મા-દીકરા અને પિતા-પુત્રી વચ્ચે પણ બંધાય છે શારીરિક સંબંધ! વર્ષોથી ચાલી રહી છે પરંપરા

સ્પેશિયલ ફિચર્સ

ઈન્ડોનેશિયાની પોલાહી જનજાતિમાં ભાઈ-બહેન, માતા-પુત્ર, પિતા-પુત્રી વચ્ચે શારીરિક સંબંધ બનાવાય છે. આ જનજાતિ પર જાતજાતના રિસર્ચ કરવામાં આવ્યા બાદ સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. ત્યાંના લોકો ઈનબ્રીડિંગ ટ્રેડિશનને નિભાવવે છે એટલે કે આ જનજાતિના લોકો લોહીના સબંધ હોય તેવા લોકો સાથે પણ લગ્ન કરવા માટે સ્વતંત્ર હોય છે. આ અંગે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ત્યાંના લોકોમાં સમજણ શક્તિ અને જ્ઞાનનો અભાવ હોવાથી આવું કરી રહ્યા છે. લોહીના સંબંધના લોકો સાથે લગ્ન કરવા એ ઘણા દેશોમાં ગેરકાયદે માનવામાં આવે છે. આવા પ્રકારના લોકો સાથે સંબંધો બાંધવામાં તેઓ જન્મજાત બીમારીનો ખતરો રહે છે. ખાસ કરીને birth defectsનો ખતરો વધી જાય છે. ચેકોસ્લોવાકિયામાં આ પ્રકારના સબંઘથી જન્મેલા બાળકો પર અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે, આવા પ્રકારના 42 ટકા બાળકો જન્મ લેતાની સાથે કોઈને કોઈ બીમારીથી પીડાતા હતા અથવા તો તે વઘુ સમય સુધી જીવતા ના રહી શક્યા. 11 ટકા બાળકોનો માનસિક વિકાસ ઓછો હોવાનું જાણવા મળ્યું હતું.
ઈન્ડોનેશિયાની પોલાહી જનજાતિ પર આ પ્રકારની કહેવાતી પરંપરા આશ્ચર્યચકિત કરી નાંખી તેવી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે આ જનજાતિની બાળકો ફિટ અને તંદુરસ્ત હોય છે. જંગલમાં જીવનનિર્વાહ કરતાં આ લોકો ખાસ પ્રકારની વનસ્પતિનું સેવન કરતા હોવાનો પણ ખુલાસો થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.