ભારતના મિઝોરમ નજીકની સરહદ પર મ્યાનમાર આર્મીએ વિદ્રોહી-સંગઠનોના કેમ્પ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં વિદ્રોહીના સંગઠનો સંબંધિત જાનહાનિના સમાચાર છે, પરંતુ ભારતની સુરક્ષા સંબંધિત કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી. ભારતીય સરહદમાં ક્યાંય બોમ્બ નાખવામાં આવ્યા નથી, એવું જણાવ્યું હતું.
મ્યાનમાર આર્મીએ ભારતના મિઝોરમ નજીકની સરહદ પર વિદ્રોહીઓની છાવણી પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં છાવણીમાં નુકસાન થયું હતું, પરંતુ ભારતતરફ કોઈ નુકસાન થયું નથી. મ્યાનમારની જુંટા (મિલિટરી ગવર્મેન્ટ)ના અહેવાલ અનુસાર દસમી જાન્યુઆરીના ચીન નેશનલ આર્મીના વિક્ટોરિયા કેમ્પ પર એરિયલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ચીન નેશનલ આર્મીએ મ્યાનમાર મિલિટરી સરકારની સામે વિદ્રોહ કરેલો છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમ નજીકની મ્યાનમારની સરહદમાં વિક્ટોરિયા કેમ્પમાં સીએનએનનું હેડ ક્વાર્ટર છે. આ હેડ ક્વાર્ટર પર મ્યાનમારની મિલિટરીએ એર સ્ટ્રાઈક કરી હતી. આ બોમ્બ વિસ્ફોટોમાં સીએનએનના અમુક સભ્યો માર્યા ગયા છે, જ્યારે અમુક લોકોને ઈજા પહોંચી હોવાની શક્યતા છે.
મ્યાનમારની એરિયલ સ્ટ્રાઈક પછી અમુક આંતરરાષ્ટ્રીય મીડિયામાં જાણવા મળ્યું છે બોમ્બના હુમલા ભારતીય સીમામાં પણ કરવામાં આવ્યા હતા, પરંતુ મિઝોરમમાં તહેનાત વિશ્વસનીય સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સીમામા ક્યાંય બોમ્બ ફેંકવામાં આવ્યા નથી.
સરહદ નજીક ચીન વિદ્રોહીઓ પર મ્યાનમારની એર સ્ટ્રાઈક
RELATED ARTICLES