પ્રભુ પરિવારમાં મારી પા… પા… પગલી

પુરુષ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણના આજના દિવસની અમારી પ્રેરણા છે;
કર્મ ક્ષેત્રને ધર્મ ક્ષેત્ર બનાવો અને પરિવારને પ્રભુ પરિવાર બનાવો.
ધર્મની શરૂઆત ધર્મક્ષેત્રથી નહીં પણ સંસારના કર્મક્ષેત્રથી થવી જોઈએ.
યાદ રાખવાનું,
મારે ધર્મના ક્ષેત્રમાં કર્મના ક્ષેત્રને યાદ નથી રાખવું અને કર્મના ક્ષેત્રમાં ધર્મના ક્ષેત્રને ભૂલવું નથી.
સંસારના દરેક ક્ષેત્રમાં ધર્મનેpriority આપવાની અને ધર્મના ક્ષેત્રમાં મારે મારું નામ, મારું અસ્તિત્ત્વ, મારો ego, , મારા સ્વજનો બધાંને ભૂલી જવા છે. જો આવું થાય તો આ પર્યુષણ સાર્થક થઈ જાય.
જ્યારે તમે આખા જગતના જીવો સાથે પરમાત્મા જેવો વ્યવહાર કરવા લાગયત ત્યારે માનજો કે તમારું કર્મ ક્ષેત્ર હવે ધર્મ ક્ષેત્ર બનવા લાગ્યું છે.
સગાં જન્મથી બને પણ વહાલાં તો સમજથી જ બનાવી શકાય. જ્યારે તમારી સમજનો વિકાસ થાય છે, ત્યારે તમે જગતના સર્વ જીવો સાથે પ્રેમથી રહી શકો છો, સર્વને વહાલાં બનાવી શકો છો.
પરમાત્મા કહે છે, જેને કોઈકની સાથે ન ફાવે, મને એની સાથે ન ફાવે અને પરમાત્મા જ્યારે કહી દે કે, મને તારી સાથે નહીં ફાવે, ત્યારે તમારો સિદ્ધત્ત્વનો Chance પણ ચાલ્યો જાય.
પ્રભુ પરિવારનો એક સિદ્ધાંત છે. ‘મને બધાં સાથે ફાવે.’
જેની bad memories clear થઈ ગઈ હોય, એ જ પરમાત્માની near હોય.
પરિવારને પ્રભુ પરિવાર બનાવવા સંબંધોમાંrespect હોવો જોઈએ.
તમારો યિતાયભિ,ં યિરહયભિં થઈ તમારા પરિવારમાં યિતાયભરિીંહ વાતાવરણનું સર્જન કરે છે.
તમારું કર્મ ક્ષેત્ર જ્યારે ધર્મ ક્ષેત્ર બની જાય અને તમારો પરિવાર જ્યારે પ્રભુ પરિવાર બની જાય, ત્યારે પ્રભુ અને ગુરુને પણ કહેવાનું મન થઈ જાય કે, મારે તમારા ઘરે પધારવું છે.
cheque ઉપર એક કરોડ રૂપિયાની amount લખી હોય એમાં sing ન હોય તો? તો એ chequeની value કેટલી? કાંઈ જ નહીં!
એમ તમારા સંબંધો ઘણા મોટા હોય પણ એમાં respect જ ન હોય તો? તો એ સંબંધની value શું હોય? કાંઈ નહીં!

માટે જ, હું હંમેશાં કહું છું;
જેમને ઘરના ચાર સભ્યો સાથે રહેતાં ન આવડે, એને મોક્ષમાં અનંત સાથે રહેતાં ન આવડે.
તમારા ઘરની દીવાલ પર પરમાત્માનોphote હોય કે ન હોય, પણ જો તમારા મનાં મંદિરમાં પરમાત્મા બિરાજમાન હશે તો તમારો પરિવાર પ્રભુ પરિવાર બની જશે.
તમારા first teacher કોણ છે?
તમારા ગુરુ, તમારાschool નાteacher કે તમારાparents?
પ્રભુ પરિવારમાં first teacher parents હોય છે. Parentsનીmistakes અનેparentsના suggestions સંતાનોમાં ગુણોનું અને અવગુણોનું સર્જન કરે છે. Parentsના હર એક suggestion student રૂપી સંતાન માટે એકlesson હોય છે અને એ lessonના આધારે એનું future હોય છે. Parentsની એક ભૂલ અનેક ભૂલોનું સર્જન કરનારી હોય છે. કેમ કે, ભૂલ ક્યારેય એકલી ન હોય, ભૂલોની પરંપરા હોય.
તમારું એક suggestions તમારા પરિવારનો પ્રભુ પરિવાર બનાવી શકે છે અથવા શેતાન પરિવાર બનાવી શકે છે. માટે જ, એક નિર્ણય કરો.
મારે મારા કર્મ ક્ષેત્રને ધર્મ ક્ષેત્ર બનાવવું છે.
મારે મારા પરિવારને પ્રભુ પરિવાર બનાવવો છે.
જ્યારે તમારા lessons, તમારા suggestions right હોય છે, ત્યારે તમારા સંતાનો પણ right path પર હોય છે.
પરિવારને પ્રભુ પરિવાર બનાવવા માટે દરેકના ગુણ જોતાં આવડવું જોઈએ.
જેને ગુણ જોતાં આવડે, એ ગુણોનો ગુણાકાર કરે છે અને જે અવગુણોને જુવે છે, એ હંમેશાં શાંતિનો ભાગકાર કરે છે.
પરિવારની નાની-નાની વાતોને ક્યારેય મોટી અને લાંબા સમયની ન બનાવવી જોઈએ.
જે નાની-નાની વાતોને મોટી કરે છે, એનો મોટો પરિવાર નાનો થતો જાય છે.
નાની-નાની વાતોને ભૂલી જવી જોઈએ. જેને ભૂલતાં આવડે તેને ભગવાન બનતા આવડે.
પ્રભુ પરિવાર એ હોય, જેમાં દરેક વ્યક્તિના ચહેરા પર પ્રસન્નતાની ચમક હોય. જ્યાં પ્રસન્નતા હોય ત્યાં ધર્મ હોય.
યાદ રાખો,
તમે તમારા પરિવારનીtrainના એકpassengerછો. Trainમાંpassenger આવતા હોય અને જતાં હોય. Trainમાં મોટાભાગે શું થતું હોય? દરેક ાpassenger પોતાની comfort જોતાં હોય છે. બીજાની comfort એમને ચિંતા હોતી નથી, કેમ કે, એમની માનસિકતા હોય છે કે મારે ક્યાં એમની સાથે કાયમ રહેવું છે? હમણા મારું station આવશે એટલે હું ઉતરી જઈશ.
પણ ક્યારેક શું બને છે?
તમારો અને એમનો જ્ઞરરશભયનો સમય એક હોય તો એ જpassanger તમને વારંવાર મળી શકે છે.
માટે જ,
‘એ હવે ક્યાં મળશે,’ માનીને short termનું Visionરાખીને ક્યારેય કોઈની સાથે દુ:વ્યવહાર ન કરવો જોઈએ.
અનંતની આ યાત્રામાં કેટલાંય passengers વારંવાર મળવાના જ છે, માટે બધાં સાથે સદ્વ્યવહાર રાખવો જોઈએ.
જેના natureસાથે તમને આજેproblemહોય છે, એ જ futureમાં તમારોpartner બને છે.
માટે જ, આજે પરિવારને પ્રભુ પરિવાર બનાવો અનેproblemsથી મુક્ત થઈ જાવ.
પર્યુષણની પરમ પ્રેરણા
મારી મૈત્રીની પા… પા… પગલી
* પર્યુષણ મહાપર્વ એટલે સાધનાની season.
* પર્યુષણ આપણા પરિવારજન જેવા હોવા જોઈએ, જે કાયમ આપણી સાથે હોય, મહેમાન જેવા નહીં, મહેમાન તો આવે અને ચાલ્યા જાય.
* આપણી ધર્મ આરાધના ઉલ્લાસભાવની હોવી જોઈએ, લાશ જેવી નહીં.
* આજે આપણે પર્યુષણનું એવુંwelcome કરીશું કે જતાં-જતાં પર્યુષણ આપણને કહેશેwell done!
* ‘સ્વ’ મૈત્રી પર્યુષણનું શ્રેષ્ઠ કર્તવ્ય છે.
* બહારમાં ઘણાં મિત્રો બનાવ્યાં, હવે સ્વયંની સાથે મિત્રતા કરવાની છે.
* જ્યારે-જ્યારે આપણને વચનયોગ મળ્યો છે. ત્યારે-ત્યારે આપણે બીજા સાથે જ વાતો કરી છે. હવે ‘સ્વ’ સાથે વાતો કરવાની છે.
* ‘પર’ સાથે વીતતા સમયને ‘સ્વ’માં વીતાવવો, એ પરમાત્મા બનવાનો માર્ગ છે.
* સ્વયંની સ્વયં સાથે મૈત્રી, તે શ્રેષ્ઠ મૈત્રી છે. ‘પર’ થી ‘પર’ થવું એ ‘સ્વ’ સાથે મૈત્રી કરવાનો માર્ગ છે.
* જૈ ‘સ્વ’ના મિત્ર હોય, પરમાત્મા એના મિત્ર હોય.
* જે પ્રજ્ઞા ભોજન કરાવે છે, તે અનંતકાળની મિત્રતા નિભાવે છે.
* મિત્ર એવા હોવા જોઈએ, જે સ્વયં તરે
અને તમને પણ તારે.
* શ્રાવક માટે દાન, શીલ, તપ અને ભાવની આરાધના હોય. સાધુ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના હોય.
* જાત સાથે વાત કરવી એ જિન બનવાનો માર્ગ છે.
* જે દિવસે તમે તમારી સાથે ખુલ્લા મનથી વાત કરો છો તે દિવસથી તમારી આત્મશુદ્ધિની process fast થવા લાગે છે.
* જેમનો સમય ‘પર’માં જાય, તે પરમાત્માની રાહ પર ન હોય.
* ‘સ્વ’ના મિત્ર બની જાવ, સર્વ તમારા મિત્ર બની જશે. સ્વના મિત્ર બનવાથી સ્વયંનો natureઅને સ્વયંના ગુણો-અવગુણોનું દર્શન થવા લાગે છે.
* જ્ઞાતાદૃષ્ટાભાવ પર્યુષણ મહાપર્વને સાર્થક કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાતાદૃષ્ટાભાવ આત્મમિત્રતાનુંresult છે.
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા
આશા દીપ ચેરિટેબલ ટ્રસ્ટ: ૨૫મી ઑગસ્ટના અંકિત દેસાઈનું શાંતિપર્વમાંથી પામીએ શાંતિની જડીબુટ્ટી વિષય પર વ્યાખ્યાન અને ધવલ કોઠારીના સંગાથે ભક્તિભાવનાનું નાણાવટી ઓડિટોરિયમ, નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાનન કોટિચા દ્વારા ભકિતભાવના રાતે આઠ વાગ્યાથી નવ સુધી અને નવથી દસ પ્રસિદ્ધ વક્તાઓનું વક્તવ્ય.
શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા: શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા, શ્રી માનવ સેવા સંઘ-સાયન, જૈન સોશિયલ ગ્રુપ-માટુંગા, જે.જે.સી. સાયન-માટુંગા અને જૈન સોશિયલ ગ્રુપ સાયનના સંયુક્ત ઉપક્રમે પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે દૃષ્ટિકોણ કે બદલાવ કે માધ્યમ સે આધ્યાત્મિક સમૃદ્ધિ વિષય પર તા. ૨૫મી ઑગસ્ટના સ્વપ્નીલ કોઠારીનું પ્રવચન, શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી અહેમદ કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ ખાતે પ્રવચન પહેલાં દરરોજ ૮.૪૦ કલાકે ભક્તિભાવના અને નવ વાગ્યે પ્રવચન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.