આજે આટલું જ -શોભિત દેસાઈ
૨૨ ફેબ્રુઆરી, વિશ્ર્વ માતૃભાષા દિનની સૌને મોડી પણ મજબૂત શુભકામનાઓ…. વોટ્સેપ પર *યુધ્ધ* ફાટી નીકળ્યું હતું એ દિવસે… પણ કેટલાક મહાનમૂનાઓ એ દિવસે પ્રાપ્ત કરીને હું ધન્ય થયો, એ તમારી સેવામાં આ રહ્યા…
અમે આજથી ફક્ત ગુજરાતીમાં વાતચીત કરવાનું નક્કી કર્યું… અને કમનસીબી તો જુઓ,
પાણીનો નળ ટપકવાનો શરૂ થયો. વાંદરીપાનાની જરૂર હતી.
પત્ની પાસે માગ્યું: વાંદરી પાનું આપજે.
પછી જે થયું તે કહેવાની જરૂર નથી. તમારે જાણવું હોય તો મારી રીતે માગી જોજો.
***
કારને ટક્કર લાગે અને પહેલો શબ્દ જે તમારા મોઢામાંથી નીકળે એ જ તમારી સાચી માતૃભાષા…
બાકી બધું વ્યાકરણ છે!!!
***
એક ભાઈ બૅંકમાં ખાતું ખોલાવવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું –
“નમૂનાની સહી.
ભાઈએ આ વાક્ય અંગે વાંધો ઉઠાવ્યો. જ્યારે આ મામલો મેનેજર પાસે ગયો, ત્યારે મેનેજરે તેમની પાસે માફી માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું …
“સહીનો નમૂનો.
***
સાચા અર્થઘટન માટે યોગ્ય શબ્દો જ નહીં, ક્રમ પણ સાચો હોવો જરૂરી છે. એકજ વાક્યમાં એક જ શબ્દ ‘પણ’ની જગ્યા બદલતાં અર્થ કેટલો બદલી જાય છે.
પણ હું તને પ્રેમ કરું છું
હું પણ તને પ્રેમ કરું છું
હું તને પણ પ્રેમ કરું છું
હું તને પ્રેમ પણ કરું છું
હું તને પ્રેમ કરું છું પણ
ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી..
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.
***
‘ળ’ ન હોત તો ?
‘ળ’ ન હોત તો
ગોળ ગળ્યો ન હોત.
ને સઘળું સળવળતું ન હોત:
‘ળ’ ન હોત તો
ફળિયે મળ્યા ન હોત,
અને કાળજે સોળ ન હોત ;
‘ળ’ ન હોત તો
માળવે મળ્યા ન હોત ,
અને મેળે મેળાવડો ન હોત,
અને વાંસળીથી
વ્યાકુળ ન હોત ;
‘ળ’ ન હોત તો
કાગળ ઝળક્યાં ન હોત,
અને ઝાકળ ઝળહળ ન હોત ;
‘ળ’ ન હોત તો
આંગળી ઝબોળાઈ ન હોત ;
અને જળ ખળખળ ન હોત.
***
ફરવા નીકળ્યો ત્યારે…
દુકાનો પર જે *બોર્ડ* દેખાયા
તે બધાં જ મેં જોયા!
તેમાં લખેલા તમામ બોર્ડમાં,
*અડધો શબ્દ* ચોક્કસપણે
*અંગ્રેજી* નો હતો!
જેમ કે…
સંજય સર્વિસ સ્ટેશન.
અજય મેડિકલ સ્ટોર..
વિજય ફોટો કોપી સેન્ટર…
બબલુ હેર કટિંગ….
શિવ બાર એન્ડ હોટેલ…..
ગણેશ લોજ……
જ્યોતિ હૉસ્પિટલ……. વગેરે…
મન ખૂબ ઉદાસ હતું.
*માતૃભાષાની* આ હાલત જોઈને!!
પરંતુ પછી…
એક બોર્ડ દેખાયું અને
આ જ એવું બોર્ડ હતું,
જે હંમેશાં સંપૂર્ણ *માતૃભાષામાં* લખાયેલું હોય છે..!!
જેના દ્વારા આપણે ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ..
“દેશી ‘પીણા’ની દુકાન..
હું ખુશ થઈ ગયો…
*આખા શરીરમાં દેશભક્તિ જાગી અને*
*એ દુકાનમાંથી જ માલ ખરીદ્યો….!!*
***
અમદાવાદના રાષ્ટ્રીય ઉર્દૂ શાયર મોહમ્મદ અલ્વીએ તો કહ્યું જ છે…
ક્ષટળ ણળપ ખળવળજ્ઞ ટળજ્ઞ રુબઈં બળજ્ઞ રુપ્રૂળર્રૈ
પજ્ઞફળ ણળપ અલ્મિ વે, ગુજરાતી છું…
આજે આટલું જ.