લીનાનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, મહાકાળીને કહી દીધું…

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

ફિલ્મમેકર લીના મણિકેમલાઇ માતા મહાકાળીને પર બનેલી એક ડોક્યુમેન્ટરીના પોસ્ટરના લઇને વિવાદોમાં આવી ગઇ છે. લીના વિરુદ્ધ અનેક જગ્યાએ કેસ નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં લીનાની આ ફિલ્મ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. હવે લીનાએ વધુ એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે, જેને લઇને હોબાળો થઇ ગયો છે.
લીનાએ લખ્યું છે કે મારી કાળી ‘ક્વીર’ (Queer) છે, એ સ્વતંત્ર આત્મા છે, એ પિતૃસત્તા પર થૂંકે છે, એ હિન્દુત્વને ધ્વસ્ત અને પૂંજીવાદને નષ્ટ કરે છે. એ પોતાના હજારો હાથે લોકોને ભેટે છે.

ક્વીર એ લોકો હોય છે જે પોતાના વિશે નક્કી નથી કરી શકતા કે તેઓ શારીરિક રીતે પુરુષને પસંદ કરે છે કે સ્ત્રીને. આ લોકો તેમને પુરુષ, મહિલા, ટ્રાન્સઝેન્ડર, ગે, લેસ્બિયન અથવા બાઇસેક્શયુઅલ કંઇપણ નથી માનતા. આ તે લોકો છે જે પોતાના વિશે મૂંઝવણમાં છે અને પોતાની ઓળખ નક્કી કરી શકતા નથી.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા લીનાએ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીનું પોસ્ટર શેર કર્યુ હતુ. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા હતા. એમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં એલજીબીટીક્યૂનો ઝંડો દેખાડવામાં આવ્યો હતો. એ પછી લોકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો અને તેના પર હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકરણે દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત અનેક જગ્યાએ તેની વિરુદ્ધ કેસ નોંધાયો છે. જોકે, તેમ છતાં લીના તેની હરકતોથી બાજ આવી રહી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.