હોશિયારપુરઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ શરુ કરવામાં આવેલી ‘ભારત જોડો યાત્રા’ મંગળવારે પંજાબના હોશિયારપુરમાં પહોંચી હતી ત્યારે તેમણે પત્રકાર પરિષદને સંબોધતા વરુણ ગાંધીના કોંગ્રેસ પ્રવેશ અંગેના તર્ક-વિતર્ક અંગે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીને જ્યારે વરુણ ગાંધીની કોંગ્રેસમાં એન્ટ્રી લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું તેને મળી શકું છું અને ગળે લગાવી શકું છે, પરંતુ મારી વિચારધારા અને તેમની વિચારધારા વચ્ચે મેળ નથી.’
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘તેઓ ભાજપ (ભારતીય જનતા પક્ષ)માં છે. અહીં આવશે તો તેમને મુશ્કેલી પડશે, પરંતુ મારી વિચારધારાથી તેમની વિચારધારાથી મળતી નથી. મારી વિચારધારા છે હું ક્યારેય આરએસએસની ઓફિસમાં જઈ શકું નહીં. ચાહે તમે મારું ગળું જ કેમ કાપી દો.’
રાહુલે કહ્યું હતું કે મારો પરિવાર છે અને તેમની એક વિચારધારા છે. વરુણે પણ આજે પણ એ વિચારધારાને અપનાવી છે અને તેને સ્વીકારી છે, પરંતુ આજે હું તેને સ્વીકારી શકું નહીં. રાહુલે કહ્યું હતું કે હું તેમને પ્રેમથી મળી શકું. ગળે લગાવી શકું છે, પરંતુ તેમની વિચારધારાને સ્વીકારીશ નહીં. એ મારા માટે શક્ય નથી. અમારી લડાઈ પણ વિચારધારાની દૃષ્ટિએ છે.
તાજેતરમાં ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પોતાની પક્ષની નીતિને લઈ ટીકા કરી છે, ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે એવી અટકળો કરવામાં આવી રહી છે. અગાઉ વરુણ ગાંધીએ ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે હું ન તો નેહરુજીની વિરુદ્ધ છું કે કોંગ્રેસના. આપણું રાજકારણ ફક્ત દેશને આગળ વધારવાનું હોવું જોઈએ નહીં કે ગૃહ યુદ્ધ ઊભું કરવાનું. આજે જે લોકો ધર્મ અને જાતિના નામે વોટ માગી રહ્યા છે તેમને હું પૂછવા માગું છું કે દેશમાં રોજગાર, શિક્ષણ અને આરોગ્યના શું હાલ છે.
વરુણ ગાંધીની કોંગ્રેસમાં એન્ટ્રી? શું કહ્યું રાહુલ ગાંધીએ…
RELATED ARTICLES