નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના ઓપનર બેટર શિખર ધવન આઈપીએલની તૈયારીઓ કરી રહ્યો છે. પંજાબ કિંગ્સનું સુકાન શિખર ધવન સંભાળશે. જોકે એના પહેલા તેણે પોતાના લગ્ન જીવનને લઈ તેના જીવનની અંગત વાત જણાવી હતી. શિખર ધવન લાંબા સમયથી આયશા મુખર્જી અલગ રહી રહ્યો છે. બે વર્ષથી તેના લગ્ન જીવનના ભંગાણને લઈ ચર્ચાઓ ખૂબ થઈ છે ,પરંતુ તાજેતરમાં ધવને મૌન તોડ્યું હતું અને કહી નાખ્યું હતું કે કદાચ મારા લગ્ન જીવનમાં ભંગાણ માટે મારી ભૂલ જવાબદાર હશે. હાલના તબક્કે છૂટાછેડાનો મુદ્દો કોર્ટમાં છે, પરંતુ લગ્નજીવનમાં નિષ્ફળ માટે કારણ કે તેને એનો કોઈ અનુભવ નહોતો, એવું શિખરે ધવને જણાવ્યું હતું.
ધવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા લગ્નજીવનમાં તેનાથી ક્યાંક ચૂક રહી ગઈ. તેણે સંબંધોમાં પોતાનો અનુભવ નહીં હોવાની વાત કહી હતી. સાથે જ ધવને કોઈના પર આંગળીઓ ઉઠાવવાના બદલે લગ્નનો નિર્ણય પોતાનો જ હોવાનું જણાવ્યું હતું.
લગ્ન જીવનમાં સંબંધનો અનુભવ નહીં હોવા અંગે શિખર ધવને કહ્યું હતું કે ક્રિકેટમાં આજે જે વાત કરી શકુ છું એ વાત હું 20 વર્ષ પહેલા કરી શક્યો ના હોત. આ બધું અનુભવને આધારે હોય છે, જ્યારે તે 26-27 વર્ષનો હતો ત્યારે તે સતત ક્રિકેટ રમી રહ્યો હતો, તે કોઈ જ સંબંધોમાં નહોતો. એ ફક્ત મજાક મસ્તી કરતો હતો, પણ જ્યારે પ્રેમ થયો તો એ યુવતીને સમજી ના શક્યો. ધવને કહ્યુ કે, જો આજે તેમને પ્રેમ થાય તો તે સમજી શકે છે. આયશા અને ધવનના લગ્ન વર્ષ 2012માં થયા હતા. આયશાએ ધવન સાથે લગ્ન કરવા અગાઉ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા હતા. આયશાની બંને દીકરીઓને શિખરે પોતાનુ નામ આપ્યું હતું. ક્રિકેટર ધવને પોતાના બીજા લગ્નના સંદર્ભમાં પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, હવે તેને બધું સમજ આવી ગયું છે. જો તે હવે બીજી વાર લગ્ન કરે છે તો પહેલાના માફક ભૂલ નહીં કરે. હવે તે જાણે છે કે, તેને કેવા પ્રકારની યુવતી જોઈએ છે. તેને કોઈ એવી યુવતી જોઈએ છે, જે તેની સાથે પુરી જિંદગી જીવી શકે.