મહારાષ્ટ્રના નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરુની ગોળી મારી હત્યા, હુમલાખોર ફરાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલા તાલુકામાં મુસ્લિમ ધર્મગુરુની હત્યાનો મામલો સામે આવ્યો છે. સૂફી સંત ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ યેવલામાં સૂફી બાબા તરીકે જાણીતા હતા. આ 35 વર્ષીય સુફી બાબા મૂળ અફઘાનિસ્તાનના રહેવાસી હતા.
હત્યાની આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર 4 લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે. સૂફી સંત ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીની માથાના ભાગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ ચાર અજાણ્યા શખ્સો ફોર વ્હીલર વાહનમાં ફરાર થઈ ગયા હતા.
મૃતક બાબાની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પોલીસ હત્યારાઓની શોધમાં છે. સુફી બાબાની હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આર્થિક વિવાદના કારણે હત્યા થઈ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બન્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.