મુસ્લિમ યુગલે હિન્દુ રીતિ-રિવાજથી મહાદેવના મંદિરમાં સાત ફેરા લીધા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારત ફરવા આવેલા અમેરિકાના એક મુસ્લિમ કપલને હિંદુ સંસ્કૃતિથી એટલો બધો લગાવ થઇ ગયો કે તેમણે હિંદુ મંદિરમાં જ સાત ફેરા લેવાનો નિર્ણય કરી લીધો હતો.

આ કિસ્સો ઉત્તર પ્રદેશના જોનપુરમાં બન્યો હતો. અમેરિકન મૂળના મુસ્લિમ દંપતી કિયમ દિન ખલીફા અને કેશા ખલીફા ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત મુલાકાત દરમિયાન વારાણસીના ઘાટ, મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા બંને હિંદુ સંસ્કૃતિના રંગે તેઓ એવા રંગાઇ ગયા કે તેમણે હિંદુ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને મહાદેવજીને સાક્ષી માનીને તેમણે ઉત્તર પ્રદેશના જૌનપુર સ્થિત ત્રિલોચન મહાદેવ મંદિરમાં સાત ફેરા પણ લઇ લીધા. આ કપલે પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ હિંદુ સંસ્કૃતિ ઘણી પસંદ આવવાથી તેમણે અગ્નિને સાક્ષી માનીને હિંદુ સંસ્કૃતિ મુજબ ફરીથી શાસ્ત્રીય વિધિથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. વિધિ દરમિયાન પતિએ પત્નીના સેંથામાં સિંદૂર પણ પૂર્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ દંપતીની ઉંમર 40-45 વર્ષની આસપાસ છે. તેમને 2-3 બાળક પણ છે.
કિયમ અને કેશા છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં અને ખાસ કરીને વારાણસીની મુલાકાતે આવે છે. કિયમ વ્યવસાયે બિઝનેસમેન છે. હિંદુ પરંપરા અનુસાર લગ્ન કરતા પહેલા તેમણે જ્યોતિષ પાસે બંનેની કુંડણી પણ બનાવડાવી હતી.


જૌનપુરના ઐતિહાસિક ત્રિલોચન મહાદેવના મંદિરની પણ અનોખી ધાર્નિક માન્યતાઓ છે. એમ કહેવામાં આવે છે કે મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. 60-70ના દાયકામાં શિવલિંગની લંબાઇ બે ફૂટ હતી, જે વધીને હવે ત્રણ ફૂટ થઇ ગઇ છે. શિવલિંગમાં આંખ, નાક અને ચહેરો પણ સ્પષ્ટ દેખાય છે. આ મંદિર શિવભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના પરિસરમાં આવેલા સરોવરમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની પણ માન્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.