ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ ઓછું મતદાન નોંધાયું છે. ખેડા જિલ્લાના ઉઢેંલા ગામના મુસ્લિમોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ એ જ ગામ છે જ્યાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રિના ગરબા દરમિયાન કથિત રૂપે પથ્થર ફેંકવાના આરોપમાં કેટલાક મુસ્લિમ યુવાનોને પોલીસે થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.
ઉઢેંલા ગામના મુસ્લિમ સમુદાયના આગેવાનોના જણાવ્યા પ્રમાણે મતદાનનો બહિષ્કાર કરવાનાં બે કારણો છે. પહેલું કારણ એ છે કે લોકશાહી દેશમાં લોકશાહીનું હનન કરતા છડે ચોકમાં મુસ્લિમ સમાજના લોકો ઉપર પોલિસ દ્વારા અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને બીજુ કારણ એ છે કે કોંગ્રેસ પાર્ટીએ સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું છે વર્ષોથી મુસ્લિમ સમાજના લોકો કોંગ્રેસને મતદાન કરતાં આવ્યા છે તે છતાં એક પણ નોન મુસ્લિમ કોંગ્રેસ લીડર પીડિતોના પરિવારને મળવા આઆવ્યો નથી.
ગરબામાં કથિત રીતે પથ્થમારો કરવાના આરોપસર પોલીસે ઉઢેંલા ગામના કેટલાક મુસ્લિમ યુવકોની ધરપકડ કરી હતી. બાદમાં તેમને ગામમાં લાવી જાહેરમાં થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં પોલીસકર્મીઓ આ યુવકોને માર મારતા હાજર ભીડ તાળીઓ પડતી જોવા મળે છે. આ સમયે વિસ્તારના પોલીસ ઈન્ચાર્જ પણ હાજર હતા. મારપીટની ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ જારી કરવામાં આવ્યો નથી.
ખેડા જિલ્લાના આ ગામના તમામ મુસ્લિમ સમાજે મતદાનનો બહિષ્કાર કર્યો
RELATED ARTICLES