મુંબઈ: વડાલા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં મજૂરની હત્યા કરવા બદલ ૫૮ વર્ષના સંગીતકાર અને તેના ૨૪ વર્ષના પુત્રની ધરપકડ કરાઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાતે આ ઘટના બની હતી. સંગીતકાર અને તેનો પુત્ર મોડી રાતે પોતાના ઘર તરફ પગપાળા જઇ રહ્યા હતા ત્યારે અચાનક મજૂરનો તેમને ધક્કો લાગ્યો હતો. આ બાબતને લઇ તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
ઉશ્કેરાયેલા પિતા-પુત્રે મજૂરની મારપીટ કરી હતી અને તેને રસ્તા પર ઊંધે માથે પટક્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થનારા લોકોએ બનાવની જાણ પોલીસને કરતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘવાયેલા મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સંગીતકાર અને તેના પુત્રે દારૂ પીધો હતો. બંને વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)
વડાલામાં મજૂરની હત્યા: સંગીતકાર, તેના પુત્રની ધરપકડ
RELATED ARTICLES