સંગીત ફકત મનોરંજન જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી

સ્પેશિયલ ફિચર્સ

21મી જૂને વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે. સામાન્ય રીતે લોકો સંગીતને મનોરંજનનું સાધન સમજે છે પણ વાસ્તવમાં સંગીત એક થેરેપી છે, જે વ્યક્તિની મનોદશાને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

નિષ્ણાતોની ની માનીએ તો જયારે આપણે મનપસંદ સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણુ મસ્તિષ્ક ડોપામાઇન નામનું એક રસાયણ છોડે છે, જેનાથી મૂડ સારો થાય છે.
આજકાલના સમયમાં તણાવ એક સામાન્ય સમસ્યા છે અને વધુ પડતો તણાવ માણસને ડિપ્રેશન તરફ ધકેલી દે છે. આવી સ્થિતિમાં સંગીત વ્યક્તિના તણાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે.

અલગ-અલગ દર્દીઓ માટે વિશેષજ્ઞ આ થેરેપીનો અલગ-અલગ રીતે ઉપયોગ કરે છે. આજકાલ સર્જન સર્જરી દરમિયાન દર્દીને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે મ્યૂઝિક થેરેપીનો પ્રયોગ કરે છે. ઉપરાંત સ્ટ્રોક પીડિતો અને ન્યૂરોલોજિકલ વિકારો માટે પણ સંગીત થેરેપીને ફાયદાકારક માનવામાં આવે છે.

તણાવને કન્ટ્રોલ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે તે ફકત તમામ બીમારીઓનું કારણ જ નહીં, પણ બીમારી દરમિયાન કોમ્પિકેશન્સ પણ પેદા કરે છે. જે લોકો વધુ પડતા તણાવમાં રહે છે તે નથી સરખી રીતે સૂઇ શકતા કે નથી ખાઇ શકતા, પરિણામે તેમની ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને ધીરે ધીરે તેઓ તમામ સમસ્યાનો શિકાર થઇ જાય છે. આજકાલ હાર્ટ એટેકની સમસ્યા પણ વધી ગઇ છે અને તેનું એક મોટું કારણ તણાવ પણ છે. એવામાં તણાવને ઓછો કરવા માટે સંગીત એક શ્રેષ્ઠ સાધન છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.