ધારાવીમાં યુવકની હત્યા: આરોપી કલાકમાં ઝડપાયો

આમચી મુંબઈ

મુંબઈ: જૂની અદાવતને પગલે માથા પર સ્ટમ્પ ફટકારી યુવકની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના ધારાવીમાં બનતાં પોલીસે એક કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. ધારાવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મલ્લેશ હનુમંતા ચિતકંડી (૩૨) તરીકે થઈ હતી. ધારાવીના ૯૦ ફૂટ રોડ પર કામરાજ ચાલ ખાતે રહેતા વિમલરાજ નાડર (૨૬) અને આરોપી ચિતકંડી વચ્ચે ઝઘડો થયો હતો.

જૂની અદાવતને પગલે શનિવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ આરોપીએ નાડર પર હુમલો કર્યો હતો. નાડરના માથા પર સ્ટમ્પ ફટકારવામાં આવતાં તે બેભાન થઈ ગયો હતો. સાયન હૉસ્પિટલમાં લઈ જવાયેલા નાડરને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે સાયન હૉસ્પિટલ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટનાની જાણ થયાના કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.