ભાણેજના પ્રેમમાં પાગલ થઈ પત્નીએ પોતાના જ પતિને મારવાનું રચ્યું કાવતરું અને પછી જે થયું…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઝારખંડમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં પીડિતની પત્નીનું તેના ભાણેજ સાથે અફેર હોવાની વાત સામે આવી છે. પોલીસે હાલમાં તમામ આરોપીને પકડી લીધા છે.

પલામુમાં પેરેડાઈઝ ટેલકના માલિક મોહમ્મદ તૌહીદ પર 17 ઓગસ્ટના રોજ ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગોળીકાંડમાં તૌહીદની પત્ની ગૌશિયા અને તેનો ભાણેજ ઈરશાદ વચ્ચે અફેર હતું. તેમની કોલ ડિટેઈલ્સની તપાસ કરવામાં આવી ત્યારે બંને વચ્ચે 1040 વાર વોટ્સએપ કોલ થયા હોવાની જાણકારી મળી હતી.

મામી અને ભાણેજ વચ્ચેના પ્રેમસંબંધોની જાણ તૌહીદને હતી. જ્યારે તેણે અનેકવાર વિરોધ પણ કર્યો હતો. તૌહિદ અને ગૌશિયાના બે બાળકો પણ છે. તૌહીદે વારંવાર વિરોધને કારણે પરેશાન ઈરશાદ અને ગૌશિયાએ તૌહીદને જાનથી મારી નાંખવાની યોજવા બનાવી હતી. આ ષડયંત્રમાં ચાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં અને આ કામ માટે 3.50 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.

આ ષડયંત્ર આઠ મહિના પહેલા રચવામાં આવ્યું હતું. પૈસા લીધા બાદ પણ ચારેય યુવક હત્યાને અંજામ આપી રહ્યા ન હોવાથી ઈરશાદે પૈસા પાછા આપવાની માગણી કરી ત્યારે 17 ઓગસ્ટની રાત્રે તૌહિદ દુકાનથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર સવાર થઈને બદમાશોએ ગોળીબાર કર્યો હતો. તૌહિદને પીઠ પર ગોળી વાગી હતી અને તાત્કાલિક તે નજીકની હોસ્પિટલમાં ઈલાજ માટે પહોંચી ગયો હતો અને આ મામલે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.