Homeફિલ્મી ફંડાહેં! બાપુજી પછી બબિતાજીને નડ્યો અકસ્માત

હેં! બાપુજી પછી બબિતાજીને નડ્યો અકસ્માત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની જાણીતી અભિનેત્રી મુનમુન દત્તાને જર્મનીમાં અકસ્માતને કારણે ઈજા પહોંચી છે અને તેના અંગે માહિતી તાજેતરમાં મળી છે.
એક અઠવાડિયા પહેલા જ ટ્રાવેલ લવર મુનમુન દત્તાએ તેની યુરોપની ટ્રિપ ચાલુ કરી છે. હાલમાં તે સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીમાં ફરી રહી છે. જર્મનીના પ્રવાસ વખતે તેને અકસ્માત નડ્યો છે, તેનાથી તેને ઈજા પહોંચી હોવાનું જણાવાયું હતું.

(check out instagram stories of munmun dutta)


ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા ચંપક ચાચાને ઈજા પહોંચ્યા પછી આ સિરિયલની અભિનેત્રીને ઈજા પહોંચવાના સમાચાર મળ્યા છે, તેથી લાખો ચાહકો નિરાશ થયા છે. સિરિયલમાં બબીતાજીનો અભિનય મુનમુન દત્તા કરે છે. મુનમુન દત્તા આ મુદ્દે ઈન્સ્ટાગ્રામ મારફત જાહેરાત કરી હતી. આ મુદ્દે દત્તાએ કહ્યું હતું કે જર્મનીમાં મને નાનો અકસ્માત નડ્યો છે. મારા ડાબા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી છે, તેથી મેં મારી ટ્રિપને રોકીને ઘરે પાછા ફરવું પડ્યું છે. ટ્રિપને અચાનક કેન્સલ કરવાથી મુનમુન દત્તા પણ ખુશ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular