Homeઆમચી મુંબઈજપ્ત કરેલી પ્રોપર્ટીની લિલામી કરવામાં મનપા નિષ્ફળ

જપ્ત કરેલી પ્રોપર્ટીની લિલામી કરવામાં મનપા નિષ્ફળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની જપ્ત કરેલી સંપત્તિની લિલામી કરવામાં મુંબઈ મનપા ફરી એક વખત નિષ્ફળ નીવડી છે. જપ્ત કરેલી મિલકતની જાન્યુઆરી ૨૦૨૩માં લિલામી કરવાની યોજના હતી. પરંતુ વેલ્યુએશન, એસેટ્સ ટ્રેસિંગ અને ટેન્ડરિંગ સહિતના કામ સમયસર પૂરી નહીં થઈ શકતા લિલામી ફરી અટવાઈ ગઈ છે.
પાલિકા પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનારાઓને વખતોવખત નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ચૂકવવામાં આનાકાની કરે તો તેમની મિલકત જપ્ત કરતી હોય છે. બાદમાં આવા ડિફોલ્ટરોની મિલકતની લિલામી કરીને પોતાનો બાકી બચેલો વેરો વસૂલ કરતી હોય છે. પાલિકાએ પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા ૫,૦૦૦થી વધુ લોકોની પ્રોપર્ટી જપ્ત કરી છે. પહેલાં તબક્કામાં ૩,૯૪૫ લોકોની પ્રોપર્ટીની લિલામી કરવાની યોજના હતી, જેમાં લિલામી માટે સર્ચ રિપોર્ટ, વેલ્યુએશન, ઓક્શન અને અસેટ ટ્રેસિંગના ટેન્ડરનું કામ તેના છેલ્લાં તબક્કામાં છે. આ કામ પૂરું થયા બાદ લિલામીની પ્રક્રિયા આગળ વધશે.
અત્યાર સુધી ત્રણથી ચાર વખત ટેંડર કાઢવામાં આવ્યા છે, છતાં લિલામીની પ્રક્રિયા આગળ વધી શકી નથી. પાલિકાના અધિકારીના કહેવા મુજબ પાલિકા પ્રશાસન લિલામીની પ્રક્રિયા લગભગ ૧૮ વર્ષ બાદ કરી રહી છે. આ અગાઉ ૨૦૦૫માં પ્રોપર્ટીની લિલામી કરવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય ોત પ્રોપર્ટી ટૅક્સ છે. તેથી પાલિકા પ્રોપર્ટી ટૅક્સની વસૂલી વધુ થાય તેના પર તેનું ધ્યાન કેન્દ્રીત કરતી હોય છે. મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના ઘરોનો પ્રોપર્ટી ટૅક્સ માફ કરવાથી પાલિકાની આવક સીમિત થઈ ગઈ છે. તેથી પાલિકા ટેક્સ નહીં ચૂકવનારાઓની મિલકત જપ્ત કરીને તેની લિલામી કરી પૈસા વસૂલ કરવા પર ધ્યાન આપી રહી છે. જોકે લિલામી પહેલા પાલિકાએ અનેક કાયદાકીય પ્રક્રિયા પાર પાડવાની હોય છે.
નોંધનીય છે કે ૨૦૨૨-૨૩માં ૭,૧૯૩ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટૅક્સના માધ્યમથી વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાંથી અત્યાર સુધી ૩,૮૪૯ કરોડ રૂપિયા વસૂલ થઈ ચૂક્યા છે. ફેબ્રુઆરી અને માર્ચમાં પાલિકા પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ઝુંબેશ ચલાવશે. ઉ31

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular