(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની મુખ્ય હૉસ્પિટલો પર રહેલી તાણ ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને બાળાસાહેબ ઠાકરે આરોગ્ય કેન્દ્ર યોજના અમલમાં મૂકી છે. જે હેઠળ પાલિકાના દવાખાનાનું બાળાસાહેબ ઠાકરે દવાખાનામાં રૂપાંતર થશે.
પાલિકાના દવાખાનાનું રૂપાંતર બાળાસાહેબ ઠાકરે દવાખાનામાં કરવાની જાહેરાત પાલિકા પ્રશાસને ચાલુ આર્થિક વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં કરી હતી. નાગરિકો પોતાના ઘરની નજીક રહેલા આરોગ્ય કેન્દ્રમાં તબીબી તપાસ કરી શકે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે.
મોટાભાગે નાની-મોટી બીમારી માટે નાગરિકો ઉપનગરથી મુખ્ય હૉસ્પિટલમાં જતા હોય છે. મુખ્ય હૉસ્પિટલ મોટી સંખ્યામાં દાત, ત્વચા, કાન જેવી બીમારી માટે દર્દીઓ આવતા હોય છે, તેને કારણે હૉસ્પિટલ પર તાણ વધતી હોય છે. તેથી ગંભીર બીમારી માટે આવેલા દર્દીઓની સારવાર પર તેની અસર પડતી હોય છે.
તેથી પાલિકાએ જગ્યા ઉપલબ્ધ થાય તેવી જગ્યાએ ક્ધટેનરમાં દવાખાના ચાલુ કરી રહી છે. એ સાથે જ પાલિકાના હાલના દવાખાના પણ અત્યાધુનિક કરીને તેમાં દર્દીઓને ૧૩૯ પ્રકારના જુદા જુદા ટેસ્ટ અને સારવાર કરી શકાય તે માટે પાલિકા યોજના અમલમાં મૂકી રહી છે. તે મુજબ બોરીવલી પરિસરમાં કુલુપવાડી, એક્સર, ચારકોપ, ગોરાઈમા આવેલા દવાખાનાનું સમારકામ કરાવીને તેને અત્યાધુનિક બનાવવામાં આવી રહ્યા છે. આ કામ માટે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
મહાનગરપાલિકાના દવાખાનાનું બાળાસાહેબ ઠાકરે દવાખાનામાં થશે રૂપાંતર
RELATED ARTICLES