(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માહીમ ચોપાટી અને દરિયા કિનારા નજીકના વિસ્તારમાં ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામો સામે મુંંબઈ મહાનગરપાલિકાએ ગુરુવારે કાર્યવાહી કરીને ૪૦થી ૫૦ ઝૂંપડા તોડી પાડ્યા હતા.
મુંબઈ શહેર જિલ્લાના કલેકટરના આદેશ બાદ પાલિકાના જી-ઉત્તર વોર્ડના અતિક્રમણ ખાતા દ્વારાર ગુરુવારે વહેલી સવારના આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.