મુંબઈમાં આ ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયનનો શો થયો રદ, આ છે કારણ

આમચી મુંબઈ ફિલ્મી ફંડા

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીનો રવિવારે મુંબઈનો શો રદ કરવામાં આવ્યો છે. આ શો યશવંત ચવ્હાણ ઓડિટોરિયમમાં થવાનો હતો, પરંતુ પોલીસે આ શો માટેની મંજૂરી ન આપી હોવાથી શોને રદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. છેલ્લાં એક અઠવાડિયામાં ફારુકીનો આ બીજો શો રદ થયો છે. આ પહેલા બેંગ્લોર પોલીસે ડોંગરી ટુ નોવેર શોના આયોજન માટે મંજૂરી આપી નહોતી. આ શો શનિવારે થવાનો હતો. જોકે, 20 ઓગસ્ટના સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે હૈદરાબાદમાં તેનો શો થયો હતો. ઘણા ધાર્મિક સંગઠનોએ શોમાં અડચણ ઉભી કરવાની ધમકી આપી હતી.
ભાજપ નેતા રાજા સિંહ સહિત ઘણી પાર્ટીઓના નેતાઓએ ફારુકીના શોનો વિરોધ કર્યો હતો. જોકે, હૈદરાબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. મુનવ્વરને આ વર્ષની શરૂઆતમાં હિંદુ દેવી-દેવતાઓના અપમાનના આરોપમાં મધ્ય પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ તેના જામીન મંજૂર થયા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.