મુંબઈ: મુંબઈના માર્ગો આગામી બેથી અઢી વર્ષમાં ખાડામુક્ત અને સિમેન્ટ કોંક્રીટવાળા થઇ જશે, એવું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું. મુંબઈ મહાપાલિકાના ‘મુંબઈ સૌંદર્યીકરણ પ્રોજેક્ટ’ પ્રસંગે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે તેમણે આમ જણાવ્યું હતું.
શિંદેએ આ અંગે વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે બેથી ત્રણ મહિનામાં તમને આ અંગેનો બદલાવ શહેરમાં જોવા પણ મળશે. રૂ. ૬૦૦૦ કરોડના સિમેન્ટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે પાલિકાએ બીડ પણ મગાવ્યા હોવાની માહિતી આપતાં શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે પાલિકા આ માટે પ્રતિષ્ઠિ કંપનીને કોન્ટ્રેક્ટ આપશે.
શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારને દેશની નાણાકીય રાજધાની અને આંતરરાષ્ટ્રીય તરીકેની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રસ્તાઓનું કોંક્રીટાઈઝેશન થવાનું છે ત્યારે શહેરના લોકોને તેમણે થોડી મુશ્કેલી વેઠી લેવા માટે જણાવ્યું હતું. હવે જે માર્ગ બનાવવામાં આવી રહ્યા છે એમાં આગામી ૩૦ વર્ષ સુધી તેને રિપેરિંગ કરવાની જરૂર નહીં પડે.
એનો એ જ કોન્ટ્રેક્ટર, એ જ કામ ને એટલા પૈસા વેડફવા, એ અત્યાર સુધીની ફોર્મ્યુલા હતી, પણ હવેથી પાલિકાની એ ફોર્મ્યુલા અટકાવીને તેને બદલવામાં આવશે, એવું ફડણવીસે જણાવીને તેમણે વધુમાં કહ્યું હતું કે રસ્તાનું કામ આપવામાં પારદર્શિતા પણ રાખવામાં આવશે.
(પીટીઆઈ)
આગામી બેથી અઢી વર્ષમાં મુંબઈના રોડ ખાડામુક્ત થઇ જશે: એકનાથ શિંદે
RELATED ARTICLES